ઇથોસના મામલે વિપક્ષ લડી લેવાના મૂડમાં – આ પ્રકરણમાં સંડોવાયેલા તમામ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની મુકેશ જાનીએ કરી માંગ

બ્રેકીંગ ન્યુઝ..રાત્રે..૮/૧૦ કલાકે

સિહોર નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી ઇથોસ કંપનીના નામે અનેક પ્રકરણ ખુલી રહ્યા છે. જેને લઈને અનેક વિવાદો પણ ચગતા જોવા મળ્યા છે. આ સમગ્ર મામલે આવતીકાલે સવારના ૧૧ કલાકે અટલ ભવનમાં સાધારણ સભા યોજાવાની છે. જેમાં ઇથોસ કંપનીના થઇ રહેલા હોબાળા ઉપર ચર્ચા કરવામાં આવશે જેમાં વિપક્ષ પોતાનો રંગ દેખાડશે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. આવતીકાલે યોજાનારી સાધારણ સભામાં ઇથોસ કંપનીના મામલે વિપક્ષ પોતાની આક્રમક રજુઆત કરશે. જેમાં વિપક્ષના મુકેશ જાની દ્વારા આ ઇથોસ કંપનીના પ્રકરણમાં સંડોવાયેલા તમામ સામે પોલીસ ફરિયાદ કરી યોગ્ય કરવા પણ માંગ કરી છે. ત્યારે હવે આવતીકાલે જોવું જ રહ્યું કે ઇથોસ કંપનીનો કયો નવો અધ્યાય ખુલે છે અને આમાં કોણ કોણ સંડોવાયેલા છે અને પાલિકા તંત્ર અને વિપક્ષ કેવો રોલ ભજવે છે તો તો કાલ સવારે ૧૧ ના ટકોરે જ ખબર પડશે. બાકી સત્ય બહાર આવશે કે કેમ તે તો કાલ જ ખબર પડશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here