ખેડૂતોના હિતમાં એક પછી એક રજૂઆતો, દીવાળીનો સમય છે, ખેડૂતો પાસે પૈસા નથી, સહાયનું કઈક કરો,

હરેશ પવાર
ખેડૂતોના હિત માટે એક પછી એક રજૂઆતો થાય છે પરંતુ તંત્ર કે સરકારના પેટનું પાણી હલતું નથી હવે આમઆદમી પાર્ટીએ રજૂઆતો કરો છે અને ખેડૂતોને સહાય માટેની માંગ કરી છે સિહોર તાલુકાના ખેડૂતો આ સહાય માટે ખરા હક્કદાર છે તેમજ અતિવૃષ્ટિ તેમજ માવઠાની અસરથી ખેડૂતોની હાલત ખુબ જ કફોડી બની છે ખેડૂતોની મગફળી , કપાસ , તલ વગેરે જેવા પાકો નિષ્ફળ જવાથી તેઓની આશાપર પાણી ફરી વહેલ છે ખેડૂત વધુને વધુ દેવામાં ડુબતો રહ્યો છે . કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થયા છે.

તેમ જ તહેવારોના સમયમાં પાક નિષ્ફળ જવાથી દિવાળી , બેસતું વર્ષ , ભાઈબીજ જેવા તહેવારોમાં ખેડૂતની આર્થિક સ્થિતિ કફોડી થતા પોતાના પરિવારનું ગુજરાન ચલાવું બાળકોને તહેવારોમાં નવા કપડા ફટાકડા લઈ લેવા પર અસમર્થ છે ત્યારે તાત્કાલિક ધોરણે માવઠાની સહાય ચૂકવી આપવી એવી આમ આદમી પાર્ટી દ્વારા માંગણી કરવામાં આવી છે અન્યથા આમ આદમી પાર્ટી દ્વારા ધરણાં પ્રદર્શન ઉપવાસ તેમજ ઉગ્ર આંદોલન છેડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here