એક સમયે આ કચેરીનો દબદબો હતો,
ઓક્ટ્રોયની વસુલાત માટે વર્ષો સુધી કાર્યરત રહેલી ઑફિસને રાત્રે ધ્વસ્ત કરી દેવાઇ, ઓક્ટ્રોય ઓફિસ બાદ અહીં નગરપાલિકા ટેક્સ વિભાગ કાર્યરત હતો


હરેશ પવાર
સિહોર નગરપાલિકા દ્વારા વડલાચોકે આવેલી ઓક્ટ્રોય ઑફિસને બુલડોઝર ફેરવી દેવાયું છે વર્ષો જૂની ઓક્ટ્રોય કચેરીને ધ્વસ્ત કરી દેવાઈ છે સિહોરના વડલા ચોકની બરોબર વચાળે આવેલી ઓક્ટ્રોય કચેરી અહીં વર્ષો સુધી કાર્યરત રહી અગાઉ સરકાર દ્વારા ચીજવસ્તુઓ પર ઓક્ટ્રોયનો કાયદો હતો જે કચેરી અહીં આવેલી હતી જે વર્ષો સુધી કાર્યરત રહી અને અહીં ઓક્ટ્રોયની વસુલાત અને કામગીરી થતી હતી એમ કહેવાય છે આ કચેરી અને અહીંની જગ્યા જમાનો ખાઈ ચુકી છે ઓક્ટ્રોય બંધ થયા બાદ સિહોર નગરપાલિકા દ્વારા અહીં ટેક્સ કચેરી ફેરવાઈ હતી.

બાદમાં પાલિકા વિભાગ દ્વારા કોઈ કારણોસર ટેક્સની ઓફિસને વડલાચોક પાસે આવેલ બાલમંદિરમાં ફેરવી દેવાઈ હતી અને ત્યારથી આ બિલ્ડીંગને તાળા લાગી ચુક્યા હતા અને વર્ષોથી બંધ હતી સિહોર નગરપાલિકા દ્વારા ગઈકાલે રાત્રીના અચાનક આ બિલ્ડીંગને ધ્વસ્ત કરી દેવાયું છે વર્ષો ૫૦ વર્ષ જૂનું બિલ્ડીંગ ઓક્ટ્રોય કચેરીને જેસીબી ફેરવીને ખુલ્લી થયેલી જગ્યાને પાર્કિંગ માટે ઉપયોગમાં લેવાશે તેવું હાલ જાણવા મળ્યું છે નગરપાલિકા દ્વારા કચેરીને ધ્વસ્ત કર્યા બાદ લોકો જૂની આ ઓક્ટ્રોય કચેરીનો એક યુગ આથમી ગયો છે તેવી ચર્ચા લોકો કરતા નજરે પડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here