સિહોર નગરપાલિકામાં નાણાંની ઉચાપતના મુદ્દે મુકેશ જાનીએ પોલીસ ફરિયાદની માંગ કરતા હડકંપ

ઇથોસ કંપની મુદ્દે પાલિકાએ સૌથી મોટી બદનામી વ્હોરી, મુકેશ જાનીએ જિલ્લા કલેકટર પાસે પોલીસ ફરીયાદ દાખલ કરવા માંગણી કરતા નગરપાલિકાના જવાબદારોમાં ફફડાટ, પૂર્વ મહિલા પ્રમુખ, પૂર્વ ચીફઓફિસર અને કર્મચારી સામે વિપક્ષના મુકેશ જાનીની આરપારની લડાઈ


સલિમભાઈ બરફવાળા
સિહોર નગરપાલિકામાં છેલ્લા થોડા સમયથી ઇથોસ કંપની મુદ્દે સૌથી મોટી બદનામી વ્હોરી છે તે કહેવું યોગ્ય ગણાશે ગેરકાયદેસર રીતે ઈથોસ કંપની દ્વારા કર્મચારીઓની ભરતીને લઈને ભ્રષ્ટાચાર ચાલતો હોય જેની ફરીયાદ વિપક્ષના મુકેશ જાનીએ આરપારની લડાઈના અણસાર આપ્યા છે સમગ્ર પ્રકરણમાં મુકેશ જાનીએ ઇથોસ કંપનીના કર્મચારી સહિત પૂર્વ પ્રમુખ અને પૂર્વ ચીફઓફિસર સામે રીતસર કાયડાકીય આરપારની લડાઈ માટે બાયો ચડાવી છે જેના કારણે પાલિકા વિભાગોમાં હડકંપ મચ્યો છે ઇથોસ કંપની સામે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલે છે.

જે લડાઈ હવે આરપાર સુધી પોહચી છે વિપક્ષના મુકેશ જાનીએ નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત પોલીસ ફરિયાદની માંગ કરતા પાલિકા વિભાગોમાં ચારેય બાજુ ફફડાટ ફેલાયો છે અને કેટલાક જવાબદારો કાયદાકીય ગાળિયો પોતાના પગ સુધી પોહચ્યો છે ત્યારે પૂર્વ મહિલા પ્રમુખ, પૂર્વ ચીફઓફિસર, અને કર્મચારીએ એકસંપ મીલાપીપણું કરી નગરપાલિકાના સ્વભંડોળમાંથી મસમોટી રકમની ઉચાપત કરવાનો કારસો રચી જય ભગવાનભાઈ મકવાણા કે જેઓ ઈથોસ કંપનીના કર્મચારી નરીકે રૂા .૧૯,૪૭૦/ – લેખે પ્રતિમાસ પગાર લેતા હતા .

આ બાબત પૂર્વ ચીફ ઓફીસર અને પૂર્વ પ્રમુખ જાણતા હોવા છતાં કલેકટરશ્રી દ્વારા વસ્તિ ગણતરી ૨૦૨૧ માટે બે કર્મચારીઓની નીમણુંક કરવા અંગેની જાણ થતાં તેમના ધ્વારા ઉપરોકત કર્મચારીઓ બે પૈકી જય ભગવાનભાઈ મકવાણા કે જેઓ ઈથોસ કંપનીના નીમણુંક પામેલા ફુલટાઈમ કર્મચારીનગરપાલિકામાં હોવા છતા તેમની નીમણુંક કરવા અંગેની ભલામણ કરતો પત્ર પુર્વ ચીફ ઓફીસર બી.આર. બરાળ દ્વારા તા .૧૭/૧/૨૦૨૦ થી ત્યારબાદ ૧૮ માસ માટે ના કર્મચારીખોની નીમણુંક કરવામાં આવેલ , ફેબ્રુઆરી -૨૦૧૮ થી જુલાઈ ૨૦૨૦ સુધી આ કર્મચારીએ બીજો પગાર કલેકટર સાહેબ ભાવનગરની કચેરીએથી રૂા . ૧૪,૬૦૦- લેખે પ્રતિમાસ ઉપાડવામાં આવેલ.

આમ એક જ કર્મચારી બંને જગ્યાએથી ફુલટાઈમ પગાર મેળવેલ છે . તદઉપરાંત સિહોર નગરપાલિકાના જય ભગવાનભાઈ મકવાણા કર્મચારી તરીકે ફરજ બજાવતા ન હોવા છતાં તા . ૧/૪/૨૦૨૦ થી તા .૨૫/૪/૨૦૨૦ સુધીના સમયગાળાનો ઓવરટાઈમનો રૂા . ૧૦,૬૭૩ – જેવી રકમ મેળવેલ છે . આમ એક જ કર્મચારી ત્રણ જગ્યાએથી પગાર મેળવતા સિહોર નગરપાલિકાના જાગ્રત નગર સેવકો કિણભાઈ ઘેલડા , ભરતભાઈ રાઠોડ , મુકેશભાઈ જાની દ્વારો ઉડી તપાસ કરતા ઉપરોકત મંડળી દ્વારા સમગ્ર કારસો પાર પાડીને પોતાનું આર્થીક અંગત હિત સિધ્ધ કરવા આ સમગ્ર પડયંત્ર રચાયું છે ત્યારે સમગ્ર મામલે પોલીસ ફરિયાદની માંગ થતા પાલિકા વિભાગોમાં હડકંપ મચી જવા પામ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here