સિહોર નગરપાલિકાના તમામ વોર્ડમાં દબાણોકર્તાઓ બેફામ – નગર સેવકોમાં લાલઘૂમ

શહેરના તમામ વોર્ડમાં દબાણો થઈ રહ્યા છે, ગેરકાયદેસર જમીનો પર થયેલા દબાણોને તાકીદે હટાવો, શહેરમાં તંત્ર જેવું કશું જ નહીં..દીપશંગભાઈ રાઠોડ

હરેશ પવાર
સિહોર શહેરમાં દબાણકર્તાઓ હવે બેફામ બન્યા છે ત્યારે નગરપાલિકા નગરસેવકો હવે મેદાને પડ્યા છે ડાયાભાઈ અને દીપશંગભાઈ રાઠોડએ મીડિયાને પ્રતિક્રિયા આપી હતી અને તંત્ર સામે અનેક સવાલો ઉઠાવીને ગંભીર પ્રકારની ઉભી થયેલી સ્થિતિ સામે રોષ વ્યકત કર્યો હતો દીપશંગભાઈનું કહેવું છે કે બે દિવસ પહેલા કેટલાક અસામાજિક તત્વોએ નગરપાલિકાની ફેનસિંગ તોડી પાડી છે જેને લઈ વેદના ઠાલવી રોષ વ્યકત કરીને જણાવ્યું હતું કે ગેરકાયદેસર જમીન કૌભાંડો થાય છે જે બાબતે ઉચ્ચ અધિકારીઓને જણાવીએ છીએ કે એકથી નવે નવ વોર્ડમાં આ પ્રકારના દબાણો ચાલે છે અગાઉ મેં પત્ર દ્વારા રજૂઆતો કરેલી છે અને નગરપાલિકાના જનરલ બોર્ડમાં પ્રશ્નોતરી પણ કરેલી છે

નગરપાલિકા તંત્ર અને સ્ટાફ ગેરકાયદેસર થતા દબાણો પર નજર રાખે અને પાલિકા અધિકારીઓને જાણ કરે.તેમ છતાં ઉટતા ચોર કોટવાલ કો દાટે તેવો ઘાટ સર્જાયો છે હાલમાં વોર્ડ ૨ માં સૌરાષ્ટ્ર ગ્રામ વિકાસ ટ્રષ્ટ સામે લાખ્ખો રૂપિયા ખર્ચીને પાલિકાએ જમીન પાછી મેળવી છે અને તેની પણ હાલમાં ફેન્સિંગ તૂટી છે તેની સામે પણ કાર્યવાહી પણ કરવાની માંગ કરી છે કેટલાક અજાણ્યા તત્વો આ જમીન પર દબાણો કરે છે જે નગરપાલિકાની જમીન છે છતાં તંત્રનું પેટનું પાણી હલતું નથી શહેરમાં થતા દબાણો અટકાવવાની જરૂર છે..નહીં તો આવતા દિવસોમાં તંત્ર પાસે એક ઈંચ પણ જમીન નહિ રહે અને હાલમાં જમીનો બધી વેચાઈ ગઈ છે હવે આપડે આકાશ અને પાતાળ વેચવા સુધી પોહચી ગયા છીએ ડુંગરો તૂટવા મંડ્યા છે કિંમતી જમીનો વળવા મંડી છે ત્યારે જમીનોમાં થયેલા દબાણોને તાત્કાલિક દૂર કરવાની માંગણી કરી હતી ત્યારે આંદોલન કરવાની પણ ચીમકી દીપશંગભાઈએ ઉચ્ચારી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here