સિહોરના ગુંદાળા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ કેન્દ્રમાં ગરીબ બાળકોને મીઠાઈ વિતરણ કરાયું


હરેશ પવાર
સિહોરમાં સામાજિક સેવા માટે કાર્ય કરી રહેલી સ્વામિનારાયણ સેવા કેન્દ્ર ગુંદાળાં માં દરેક તહેવારોની એક અલગ રીતે ઉજવણી કરવામાં આવે છે. અહીંના નજીક રહેતા ગરીબ બાળકો વચ્ચે દરેક તહેવારોની ખુશીની વહેંચણી આ સંસ્થા કરી રહી છે. ત્યારે આજે દિવાળી પ્રસંગે મીઠાઈ ના બોક્સ નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ સૌરાષ્ટ્ર સંભાગના સંગઠન મંત્રી મહેશભાઈ મોરી અને તેમના મિત્ર દાતા કાર્તિકભાઈ સવાણી દ્વારા અહીંના બાળકોમાં મીઠાઈ બોક્સ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ખુશીના તહેવારમાં નગરપાલિકાના અધ્યક્ષ વી.ડી.નકુમ ના હસ્તે મીઠાઈ બોક્સ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે નિલકંઠ સેવા સ્ટૉર ના બાળકોને દિવાળી નિમિતે નવા કપડાં નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કૌશિકભાઈ સવાણી, નગરપાલિકા ઉ.પ્રમુખ ચતુરભાઈ રાઠોડ, મહેશભાઇ મોરી, હરેશભાઇ, વિક્રમસિંહ ડોડીયા અને વિપુલભાઈ જોષી હાજરી આપી બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here