દિવાળીના તહેવાર ટાણે પણ દૂષિત પાણી વિતરણ, વોર્ડમાં ૪માં ગંભીર સ્થિતિ, આમ આદમી રજુઆત કરવા ગયું પાલિકામાં કોઈ હાજર નહિ હોવાથી રામધૂન શરૂ કરી

હરેશ પવાર
સિહોર નગરના વોર્ડ ૪માં નગરપાલિકા દ્વારા તહેવારો દરમિયાન નગરજનોને દુષિત પાણી આપવામાં આવતા નગરપાલિકા સામે રોષ વ્યાપ્યો છે. એક તરફ કોરોના મહામારીમાં નગરજનો પાલિકાનું દુષિત પાણી પીવા મજબુર બન્યા છે. દુષિત પાણી બાબતે પાલિકાના તંત્રની અણઘડ વહીવટ સામે આમ આદમીએ રોષ ઠાલવ્યો છે ભાજપ શાસિત સિહોર નગરપાલિકાની પાણી વિતરણ વ્યવસ્થા ખાડે જવાને કારણે પાણી વિતરણ વ્યવસ્થાના ઠેકાણા નથી જે પાણી વિતરણ થઈ રહ્યું છે તે પીવા માટે યોગ્યતા ધરાવતું નથી. દિવાળીના તહેવારો નજીક છે ત્યારે નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પાણી દુષિત અને દુર્ગંધ મારતું હોવાને કારણે લોકોમાં રોગચાળો ફેલાવવાની દહેશત સેવાઈ રહી છે.

એક તરફ કોરોનાની મહામારીમાંથી નગરજનો ઉગર્યા નથી ત્યાં દુષિત અને દુર્ગંધ મારતું પાણી વિતરણ કરતા લોકોના સ્વાસ્થ્ય સાથે નગરપાલિકા દ્વારા ચેડા કરવામાં આવી રહ્યા છે. ત્યારે નગરપાલિકાના અણઘડ વહીવટ સામે આમ આદમી પાર્ટી આગેવાનોએ પોતાની હૈયાવરાળ ઠાલવી છે અને સતત થોડી દિવસોમાં બીજી વખત રજુઆત કરીને વોર્ડ ૪માં પાણી ગંદુ વિતરણ થાય છે જે તાકીદે સમસ્યા હલ કરવા રજૂઆતો કરી છે અન્યથા આંદોલન માટેની ચિમકી ઉચ્ચારી છે રજૂઆત વેળાએ પાલિકા વિભાગોમાં કોઈ મુખ્ય જવાબદાર અધિકારી હાજર નહિ હોવાના કારણે આમ આદમી પાર્ટી કાર્યકરોએ રામધૂન શરૂ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here