શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ કહ્યું અજીતસિંહ પરમારનું રહસ્યમય મોત થયું છે તેવા સંજોગોમાં પ્રશાસને પણ અંતિમવિધી સમયે પરિવારોને જાણ ન કરી, જવાબદારો સામે પગલાં લ્યો : રાજપૂત કરણી સેના

હરીશ પવાર
સિહોર ખાતે ગઈકાલે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના દ્વારા કોડીનારના કમાન્ડો અજીતસિંહ પરમારના રહસ્યમય મોત મામલે રજૂઆત અને શ્રદ્ધાંજલિ સહિત ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં સૌ પ્રથમ બંધન પાર્ટી પ્લોટ સિહોર ખાતે સિહોર શહેર તથા તાલુકાની કારોબારી મીટિંગ યોજાઈ, જેમાં સંગઠનલક્ષી ચર્ચા કરવામાં આવી.

તેમ જ વિવિધ હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી. ત્યારબાદ કોડીનારના ભારતીય સેનામાં કોબ્રા કમાન્ડો તરીકે ફરજ બજાવતા સ્વ. અજીતસિંહ પરમારનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ અને મધ્યપ્રદેશ ના સ્થાનિક પ્રશાસન દ્વારા પોસ્ટમોર્ટમ કે પરિવાર ને જાણ કર્યા વિના દફનાવાની કાર્યવાહી કરતા ઉગ્ર વિરોધ નોંધાવી સરકાર દ્વારા બેજવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા અને વીર જવાનની હત્યા થઈ હોવાની આશંકા સાથે તેના મૃત્યુની ન્યાયિક તપાસની માંગ સાથે સિહોર મામલતદારશ્રીને આવેદનપત્ર આપી.

જો ન્યાય નહીં મળે તો આગામી સમયમાં કરણીસેના દ્વારા ઉગ્ર આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી. ત્યારબાદ સિહોર વડલાચોક ખાતે વીર શહિદ સ્વ. અજીતસિંહ ને શ્રદ્ધાંજલિ આપી તેમના દિવ્ય આત્મા ને શાંતિ અર્પે તેવી માતાજીને પ્રાર્થના કરવામા આવી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સિહોર શહેર અને તાલુકાના રાજપૂત સમાજના યુવાનો તેમ જ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here