સિહોરના ગૌતમેશ્વર તળાવ ખાતે છઠ્ઠ પૂજાનું પૂજન

ગુજરાત બહારના અન્યો રાજ્યોના વસતા પરિવારોએ કરી છઠ્ઠ પૂજા, ખાસ કરીને બિહાર અને ઝારખંડ ના લોકો માટે છઠ્ઠ નું પર્વ દિવાળી કરતા વધારે મહત્વ નું છે, આ વ્રત ચાર દિવસ સુધી કરવામાં આવે છે, છઠ્ઠના દિવસે સૂર્ય પૂજા કરવાથી વિશિષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે .

દેવરાજ બુધેલીયા
બિહારીઓનું આસ્થા અને શ્રદ્ધાનું મહાપર્વ અને દિવાળી કરતા પણ વધુ મહત્વ ધરાવતું પર્વ એટલે છઠ્ઠ પૂજા, આ છઠ્ઠ સૂર્યની પૂજા માટે બહુ જ પ્રસિદ્ધ છે જેથી આજના છઠ્ઠ ના પર્વે ખાસ સૂર્યપૂજા કરવામાં આવે છે.આપણા ધર્મગ્રંથોમાં સૂર્યદેવનું એક વિશિષ્ટ સ્થાન છે. છઠ્ઠપૂજા વર્ષમાં બે વખત ઊજવવામાં આવે છે, જેમાં સૌથી વધુ મહત્વ કારતક માસની છઠ્ઠનું હોય છે. આજે છઠ્ઠના દિવસે સિહોરના ગૌતનેશ્વર તળાવે મોટી સંખ્યામાં બિહારી પરિવારોએ પૂજન કર્યું હતું. સિહોર સાથે જિલ્લામાં ગઇકલે બિહારી પરિવારો દ્વારા છઠ્ઠપૂજા કરવામાં આવી હતી.સૂર્ય એ ઉર્જા છે-સૂર્યથી સૃષ્ટિ જીવંત છે .સૂર્ય એ યશ-કીર્તિ અને રાજ્યસત્તાનો કારક છે .જેથી સૂર્ય પૂજાએ ખુબ અનેરું મહત્વ ધરાવે છે.

જેમાં પણ સૂર્યછઠ્ઠનું વ્રત સંતાનપ્રાપ્તિ અને સંતાનની રક્ષા માટે ભગવાન સૂર્યની પૂજા, અર્ચના કરીને કરવામાં આવે છે.આ છઠ્ઠપૂજા પાછળ ઘણી કથાઓ પ્રસીદ્ધ છે જેમાં આ વ્રત મહાભારતમાં કુંતીએ સૂર્ય ની પૂજા કરીને કરી હતી.જેના ફળ સ્વરૂપ કર્ણનો જન્મ થયો હતો. એવી માન્યતા પણ છે કે છઠ્ઠમાતા ભગવાન સૂર્યની બહેન છે. તેમને પ્રસન્ન કરવા માટે ભગવાન સૂર્યની પૂજા કરવામાં આવે છે. સૂર્ય ભગવાનની શક્તિનો મુખ્ય સ્ત્રોત તેમની પત્ની ઉષા અને પ્રત્યૂષા છે. આ છઠપૂજામાં આ બંને શક્તિઓની એકસાથે પૂજા કરવામાં આવે છે. આ વ્રત સ્ત્રીઓ અને પુરુષો બંને કરે છે.

ખાસ કરીને દેશભરમાં વસતા બિહારીઓ આ વ્રત કરતા હોય છે. આ વ્રત ચાર દિવસ સુધી કરવામાં આવે છે. જેમાં નકોરડો ઉપવાસ પણ રાખવામાં આવે છે. વ્રત કરનાર વ્યક્તિને છઠ્ઠવ્રતી કહેવામાં આવે છે. છઠ્ઠવ્રતી માટે બનાવેલા રૂમમાં જમીન ઉપર માત્ર એક ચાદર ઉપર સૂવાનું હોય છે. તેમજ છઠ્ઠવ્રતી દ્વારા વ્રતમાં એવાં કપડાં પહેરવામાં આવે છે જેમાં કોઈ પણ જાતની સિલાઈ અથવા સોયનું કામ કરવામાં ન આવ્યું હોય.

મહિલાઓ વ્રત દરમિયાન સાડી અને પુરુષ ધોતી પહેરી પૂજા કરતાં હોય છે.ગઇકાલે આ પૂજાના ભાગ રૂપે સિહોરના ગૌતમેશ્વર તળાવે મોટી સંખ્યામાં બિહારી લોકો ઉમટી પડ્યા હતા, આ ખાસ દિવસે સૂર્યની પૂજા કરવાથી વિશિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે .સૂર્યદેવની કૃપા થતા સૂર્યની કુંડળી માં રહેલી અનિષ્ઠ અસરો દુર થાય છે .સૂર્યછઠ્ઠ ના દિવસે સવાર અને સાંજે બંને સમય પૂજા કરવામાં આવે છે .તેમજ ખીર નો પ્રસાદ ધરવામાં આવે છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here