સિહોરના તંત્રની વેપારી વર્ગ સાથે બેઠક, દરેકે ચુસ્ત પાલન કરવા સૂચનાઓ

 


હરેશ પવાર
દિવાળીના તહેવારોમાં લોકો કોરોના સંક્રમણની અવગણના કરી હર્ષોલ્લાસ સાથે ખરીદી કરી અને ઉજવણીમાં મસ્ત બન્યા હતા. તહેવારોની રંગે ચંગે ઉજવણી પછી રોજબરોજ નવા કેસો ઉમેરાતા જાય છે. દિવાળીના તહેવારો દરમિયાન ખરીદી માટે લોકોએ બજારમાં ખુબજ ધસારો કર્યો હતો. જ્યા અનેક લોકો તો કોરોનાના ભયને બાજુએ મુકી માસ્ક ધારણ કર્યા વગર લટાર મારવા નિકળ્યા હોય તેમ ટહેલતા હતા. જેના લીધે કોરોનાનું સંક્રમણ વધ્યુ છે.અનેક લોકો કોરોનાના પ્રાથમિક લક્ષણોમાં સપડાયા હોય તેમ તાવ, શરદી, ઉધરસ સહિતની અન્ય બિમારીઓમાં પટકાઈ ચૂક્યા છે ત્યારે કેસીસ વધવા લાગ્યા છે જોકે તંત્ર સતત સાબદુ છે.

આજે સિહોર મામલતદાર કચેરીના કોન્ફર્સ હોલ ખાફે પ્રાંત અધિકારીશ્રી રાજેશ ચૌહાણની અધ્યક્ષ સ્થાને તેમજ સિહોર ઇન્ચાર્જ મામલતદાર મોરીની હાજરીમાં કોરોના વાયરસને લઈ ઉદ્યોગપતિઓ વિવિધ ધધાંના વેપારીઓ મેડિકલ એસોસિએશન. મીઠાઈ એસો, કરીયાણા એસો, ધાર્મિક સ્થળ ના આગેવાનો, પાર્ટીપ્લોટ, કેટરીગવાળા, વિવિધ સંસ્થાઓ ના આગેવાનો પત્રકાર મિત્રોસહિતની ઉપસ્થિતમાં આ કોરોના વાયરસ દિવાળી બાદ ફેલાવો વધતા ચિંતા નો વિષય બન્યો હોય જેને લઈ પ્રાંતધિકારી દ્વારા સરકારીગાઈડ લાઇન નું ચુસ્ત પાલન કરવાનું રહેશે.અને સતત ૧૦ દિવસ સુધી ડ્રાઇવ ચેકિંગ સહિત ની કામગીરી હાથ ધરવામાં આવશે આ સાથે લગ્નપ્રસંગે પણ નિયમ નું પાલન સેનેટરાઈ. માસ્ક .ડિસ્ટનસ જાળવણી ૨૦૦ ની મર્યાદામાં લગ્ન પ્રસંગ કરવા નો રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here