રંગોળીને ઝોનમાં દ્વિતીય ક્રમાંક મળતા સિહોર પીઆઇ કે.ડી.ગોહિલના હસ્તે કાઉન્સેલર ને સન્માનિત કરાયા


સલીમ બરફવાળા
ગુજરાત રાજ્યમાં રાજ્યની મહિલાઓને સુરક્ષા માટે તેમજ તેમને અભય બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા જીવિકે ઇએમઆરઆઇ પ્રોજેટક હેઠળ ચાલતી ૧૮૧ મહિલા હેલ્પલાઇન સેવા દ્વારા ૨૪ કલાક ફરજ નિભાવી રહ્યા છે. આ સાથે જ લોકોમાં સંદેશો પહોંચાડવા માટે પણ આ સંસ્થા દ્વારા વિવિધ સ્પર્ધાઓના આયોજન કરવામાં આવે છે. જેમાં રાજ્યભરમાં ૧૮૧ અભયમના કાઉન્સેલર દ્વારા જોડાઈને લોકો સુધી સંદેશ પહોંચાડતા હોય છે. ત્યારે દિવાળીના પર્વ નિમિત્તે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સિહોર ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર શિલ્પાબહેન તથા વૈશાલીબહેન દ્વારા જીવિકે ઇએમઆરઆઈ પ્રોજેકટ હેઠળ ચાલતી ૧૦૮ ઇમરજન્સી સેવા, ખિલખિલાટ, ૧૦૪ હેલ્થ હેલ્પલાઇન સહિતની તમામ સેવાને વિવિધ રંગો વડે રંગોળીમાં સજાવીને એક બેટી બચાવો બેટી પઢાવોનો સંદેશ લોકો સુધી પહોંચાડ્યો હતો. આ સાથે જ એમની મહેનતને ઝોન વાઇઝ દ્વિતિય ક્રમાંક મેળવતા તેમને સિહોર પોલીસ મથકના પીઆઇ કે.ડી.ગોહિલના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારે સિહોર ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ની કામગીરી હંમેશા પ્રશંસનિય રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here