આગામી ૧૦ દિવસો સાવચેતીની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ, લોકો જાગૃત બને અને સામે ચાલી કોરોના ટેસ્ટ કરાવે તે માટે તંત્રની અપીલ


દેવરાજ બુધેલીયા
સિહોર ખાતે આવેલી તમામ સરકારી કચેરીઓ ખાતે ફરજિયાત કોરોના ટેસ્ટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલી છે.જ્યાં આવતા તમામ અરજદારોના આજરોજ ફરજિયાત કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા મામલતદાર કચેરી, નગરપાલિકા સહિતની કચેરીઓ પર આવતા અરજદારોના પણ ફરજિયાત કોવિડ ટેસ્ટ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે તહેવારોના કારણે લોકોનો પરસ્પર સંપર્ક વધ્યો હોય તે સ્વાભાવિક છે જેના કારણે કોરોના કેસોની સંખ્યામાં પણ વધારો થવાની શકયતાને નકારી શકાય નહીં તેથી આગામી ૧૦ દિવસ સાવચેતીની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

તેમજ આ સમયગાળામાં કોરોના સંક્રમણને અટકાવવા નાગરિકોના વધુમાં વધુ કોરોના ટેસ્ટ થાય તે પણ ખૂબ જ જરૂરી છે. મામલતદાર કચેરી નગરપાલિકા સહિતની કચેરીઓ કે જ્યાં લોકો બહોળા પ્રમાણમાં મુલાકાતે આવતા હોય ત્યાં અરજદારોના ફરજિયાત કોવિડ ટેસ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા આકસ્મિક કોરોના ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવશે અને માસ્ક નહીં પહેરેલા લોકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમજ કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા લોકો સ્વયં જાગૃત બની સામે ચાલી કોરોના ટેસ્ટ કરાવવા આગળ આવે અને કોવિડની માર્ગદર્શિકાની ચુસ્તપણે પાલન કરી ભાવનગર જિલ્લાને કોરોનમુક્ત કરવા તંત્રને પોતાનો ઉચિત સહયોગ આપે તે ખૂબ જ જરૂરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here