જિલ્લામાં કોરોનાના કેસો વધતાં રાત્રીના ૯ થી ૬ સુધી સ્વૈચ્છિક લોકોએ ઘરમાં રહેવા અનુરોધ, બિનજરૂરી બહાર ન નીકળવા સૂચના

બ્રિજેશ ગૌસ્વામી
દિવાળી પછી રાજ્યમાં જ નહીં પરંતુ દેશના અનેક શહેરોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જે બાદમાં રાજ્ય સરકારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરી છે. બીજી તરફ કોરોનાને કાબૂમાં લેવા માટે સરકાર તરફથી અધિકારીઓને આદેશ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન ન કરતા લોકો સામે કડક હાથે કાર્યવાહી લેવાની સૂચના આપી દેવામાં આવી છે.

જેની વચ્ચે જિલ્લામાં કોરોનાના પોઝીટીવ કેસોમા દિન-પ્રતિદિન વઘારો જોવા મળી રહ્યો છે. ત્યારે સિહોરમાં સ્વૈચ્છીક રાત્રીના ૯ થી સવારના ૬ સુધી બિન જરૂરી બહાર નહિ નીકળવા અનુરોધ કરાયો છે જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા સિહોરના તંત્રએ વેપારીઓ અને વિવિધ સંસ્થાઓના આગેવાનોની બેઠક મળી હતી કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે તકેદારીના પગલા લેવા અંગે વિચારણા કરવામાં આવી હતી.

 

કોરોનાના અગમચેતી પગલા રૂપે લોકોએ સ્વૈચ્છીક બિનજરૂરી બહાર ન નીકળવા સૂચનાઓ આપવામાં આવી છે નાગરિકોની આરોગ્ય સુવિધા જળવાઇ રહે તે માટે મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.હાલમાં કોરોનાની સ્થિતી વધુ વકરી રહી છે. આવા સમયે લોકોનું આરોગ્ય જોખમાય નહી તે માટે ગામમાં સ્વૈચ્છીક લોકોએ ઘરમાં રહેવા અનુરોધ કરાયો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here