આ સંસ્થા ગુંદાળા જેવા પછાત વિસ્તારમાં વર્ષોથી કાર્યરત છે, સંસ્થાનું સંચાલન શિક્ષક અશોકભાઈ કરે છે, જેઓની ગરીબો પ્રત્યેની ભાવના માટેનું શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ

સલીમ બરફવાલા
સિહોરના પછાત ગણાતા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કાર્યરત અને વિવિધ સેવા પ્રવૃતિઓ સાથે જોડાયેલી સંસ્થા સ્વામિનારાયણ સેવા કેન્દ્ર ખાતે ગરીબ બાળકો અને પરિવારો માટે જરૂરિયાત ચીજવસ્તુઓની કીટ વિતરણ કરવામાં આવી હતી સ્વામિનારાયણ સેવા કેન્દ્ર સંસ્થા ગુંદાળા વિસ્તારમાં આવેલી છે એ વિસ્તાર વર્ષોથી પછાત અને ગરીબ પરિવારોની સંખ્યા વધુ અહીં વસવાટ કરે છે પરંતુ અહીં સંસ્થાના સંચાલન કરતા શિક્ષક અશોકભાઈ જેઓની ગરીબો પ્રત્યેની ભાવનાનું વર્ણન શબ્દોમાં કરવું

અઘરું પડે પરમ દિવસે દિવાળીના પાવન દિવસે સ્વામિનારાયણ સેવા કેન્દ્રના બાળસેવકોને કરીયાણા કીટ તેમજ જરૂરિયાત મંદ વિધાર્થીઓને ભગવાનનું ઘર સંસ્થા તરફથી સેન્ડલ તેમજ દર્શનભાઈ ઉમિયા ટેડર્સ તરફથી ફરાળના પેકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો મુખ્ય અતિથિ તરીકે વિદ્યામંજરી જ્ઞાનપીઠ સંસ્કૃતિ સ્કૂલ સંચાલક પી.કે મોરડિયા, વ્રજદેવ પ્લાસ્ટિક & ટ્રસ્ટી વ્યવસ્થાપક ભગવાનનું ઘર સંસ્થા મહેશભાઈ કળથીયા, પત્રકાર હરીશભાઈ પવાર તેમજ અનિકેતભાઈ રાજ્યગુરૂએ હાજર રહીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here