લોકો અને મીડિયાના સતત ચર્ચાને લઈને ભાવનગર ફિલ્ટર પ્લાન્ટ ની મુલાકાત લેતા સિહોર પાલિકા કર્મીઓ


હરેશ પવાર
સિહોર ફિલ્ટર પ્લાન્ટનો મુદ્દો વર્ષોથી વિવાદમાં જ અટવાયેલો છે. જ્યારે નવા પ્રમુખ ખુરશીએ બેસે એટલે પ્રજાના દિલ જીતવા થોડી વાર જાહેરાત કરે અને પછી બધું ભુલાય જાય. આ વખતે નવા પ્રમુખની આક્રમક શરૂઆત અને દિવાળી ઉપર ની જાહેરાત જોતા એવી આશા લોકોને બંધાઈ જ ગઈ હતી કે ફિલ્ટર પ્લાન્ટ શરૂ થઈ જશે. પરંતુ ફરી બધું ધીમું પડતા વિપક્ષ પ્રજા અને મીડિયાના સતત અહેવાલોને લઈને સિહોર પાણી પુરવઠા વિભાગ હરકતમાં આવ્યું હતું.

ભાવનગર ખાતે આવેલ ફિલ્ટર પ્લાન્ટની મુલાકાત લેવા પાણી પુરવઠા ચેરમેન અને પાણી પુરવઠા સ્ટાફ સાથે પહોંચી ગયા હતા અને વહેલી તકે સિહોરના ફિલ્ટર પ્લાન્ટ શરૂ કરી પ્રજાને ચાર ઝોન માં પાણી વિતરણ કરવા તૈયારી શરૂ કરી દીધી છે. હાલ આ તૈયારી જોતા લાગે છે કે ફિલ્ટર પ્લાન્ટ શરૂ થઈ જશે. જ્યારે બીજી તરફ છેલ્લા બે વર્ષથી ગૌતમેશ્વર તળાવ પણ છલકાઈ જાય છે. ત્યારે વર્ષોથી અટકેલો ફિલ્ટર પ્લાન્ટ શરૂ થઈ જાય તો સારું હવે કરોડોના આંધણ મુકાયેલા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here