ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘના પ્રમુખને દૂર કરવા સિહોર ખાતે આવેદન
દેવરાજ બુધેલીયા
મધ્યાહન ભોજન યોજનામાં દૈનિક ભોજન મેનુ નક્કી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ હોલ્ડર્સ સમિતિની રચના કરેલ છે જેમાં ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘના પ્રમુખ રાજેન્દ્રસિંહ ચુડાસમાની સ્ટેટ હોલ્ડર સમિતિના સભ્ય તરીકે નિમણુંક કરાતા સિહોર તાલુકા મધ્યાહન ભોજન કર્મચારી મંડળ આમાં જોડાયેલ ના હોય જેને લઈને સંઘના નિયુક્ત કરેલ પ્રમુખને દૂર કરીને યોગ્ય મંડળ સાથે જોડાયેલ વ્યક્તિને નિયુક્તિ આપવા માટે થઈને આજે આવેદન પત્ર આપવામાં આવેલ.