કોરોનાના કેસ વધતા લોકોએ સાવચેતી માટે માસ્ક પહેરવુ જરૂરી
હરેશ પવાર
દિવાળી બાદ કોરોનાના કેસો વધતા સિહોર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ ટિમો માસ્ક, સામાજીક અંતર વગેરે નિયમનુ પાલન કરાવવા તપાસ હાથ ધરી હતી જેમાં આજે રવિવારે શહેરના વડલા ચોક ખાતે ચેકીંગ દરમિયાન માસ્ક નહી પહેરતા અનેક વ્યક્તિઓ પાસેથી દંડ વસુલવામાં આવ્યો હતો લોકોએ માસ્ક પહેરવુ, સામાજીક અંતર જાળવવુ વગેરે નિયમનુ પાલન કરવુ જરૂરી છે.