સિહોરના દાદાની વાવ પાસે ગઈકાલે બનેલી અકસ્માતની ગોજારી ઘટના બાદ આજે નગરસેવકે સ્વ ખર્ચે હાઇવે પર “સ્પીડ બ્રેકર” ઉભા કર્યા

કોઈ પરમિશન કોઈ રજુઆત આવેદન નહિ, ઓનધ સ્પોટ ફેંસલો, વાહનોની સ્પિટ પર રોક લાગશે, રેસ્ટ હાઉસ સુધી બમ્પો બનશે, ધારાસભ્ય કે સાંસદ કામ ન કરી શકે તે એક નગરસેવકે કલાકોમાં કરી બતાવ્યું

બ્રિજેશ ગૌસ્વામી
ગઈકાલે સિહોર શહેરમાં બનેલી ગોઝારી ઘટનાને સૌ કોઈને હચમચાવીને રાખી દીધા છે ઉંડવી ગામના દંપતી સિહોર તરફ ખરીદી કરવા માટે બાઈક પર આવી રહ્યો હતો તે દરમિયાન દાદાની વાવ પાસે કાળમુખા ડમ્પરના પૈડાં યમદૂત બનીને પતિ પત્ની પર ફરી વળ્યાં હતા છેલ્લા થોડા દિવસોથી સિહોરના હાઇવે પર અકસ્માતોની વણઝાર થતી જોવા મળે છે પરંતુ ગઈકાલની ગોજારી ઘટનાને લઈ સમગ્ર શહેરમાં એક આક્રોશ સાથે ચિંતાની લાગણી પ્રસરી જવા પામી છે ગઈકાલે દાદાનીવાવ વિસ્તારમાં બનેલી અકસ્માતની ઘટના બાદ એક મોટા વર્ગ અને સમૂહ લોકોમાં હાઇવે પર તાત્કાલિક સ્પીડ બ્રેકર ઉભા કરવાની માંગ ઉઠી હતી.

જેને લઈ આજ વિસ્તારના નગરસેવક ચેરમેન વિક્રમભાઈ નકુમ દ્વારા પોતાના સ્વ ખર્ચે હાઇવે પર સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે પ્રજાના પ્રતિનિધિ કોને કહેવાય..જો એમનો ઉત્તમ દાખલો જોઇતો તે છે વિક્રમભાઈ નકુમ.. સિહોર નગરપાલિકાના વોર્ડ નં ૧ ના નગર સેવક તરીકે ચૂંટાયેલા વિક્રમભાઈ નકુમ ખરેખર પ્રજાના પ્રતિનિધિ તરીકે સાર્થક થયા છે ગઈકાલે ગોજારી અકસ્માતની ઘટના બાદ લોકોની માંગને લઈ એક પ્રજાના પ્રતિનિધિ તરીકે નહિ પરમિશન રજૂઆત કે આવેદન ઓન ધ સ્પોટ ફેંસલો કરીને પોતાના સ્વ ખર્ચે સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરી આજથી જ શરૂ કરવામાં આવી છે.

હાઇવે પર બજરંગદાસ થી લઈ રેસ્ટ હાઉસ સુધીમાં પાંચ સ્પીડ બ્રેકર બનશે પાંચ દિવસ સુધી કામગીરી ચાલશે સ્પીડ બ્રેકરમાં નગરપાલિકા નગરસેવક ચેરમેન વિક્રમભાઈ નકુમ તમામ મટીરીયલ પૂરું પાડશે સાથે કામગીરીમાં નગરપાલિકા કર્મચારીઓ પણ જોડાશે ત્યારે ધારાસભ્ય કે સાંસદ સભ્ય કામ ન કરી શકે તે નગરસેવક વિક્રમભાઈ કલાકોમાં કરી બતાવ્યું છે જે સરાહનીય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here