સિહોર તાલુકા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ
દેવરાજ બુધેલીયા
સિહોર ગણેશ આશ્રમ અગીયાળી ખાતે પશુ દવાખાના સિહોર દ્રારા તાલુકા કક્ષાની પશુપાલન શિબિર નું આયોજન થયેલ જેમાં તા.પં.સિહોર ના તાલુકા પ્રમુખના જયદિપસિંહ ગોહિલ હાજર રહેલ તથા તાલુકાના વિવિધ ગામોના કુલ ૩૦૦-૩૫૦ જેટલા પશુપાલન ભાઈએ અને બહેનો ભાગ લિધેલ અધિકારીઓ ડો.બિ.એમ.શાહ નાયબ પશુપાલન નિયામક, ભાવનગર, ડો.એમ.એસ. પશુચિકિત્સક સિહોર, ડો.ટી.એ. પશુચિકિત્સક દેવગાણા, ડો.પિ.આઈ વાધેલા પશુચિકિત્સક,પાલિતાણા,ડો.વિ.વિ.ભૂત પશુચિકિત્સક,ત્રાપજ,ડો.જે.એસ.પટેલ પશુચિકિત્સક ઉમરાળા, ડો.નેહાબેન બારૈયા પશુચિકિત્સક બુઢણા,શ્રી એચ.એમ.પરમાર પશુચિકિત્સક વગેરે હાજર રહેલ અને પશુપાલકો ને પશુ આરોગ્ય, પશુમાવજત,પશુ સવધઁન,સ્વચ્છ દુધ ઉત્પાદન,પશુ આહાર, રાજય સરકાર ની પશુપાલન વિભાગ ની સહાયકારી યોજનાઓ માટે વિષય નિષ્ણાતો દ્રારા માહિતી પુરી પાડી હતી.