સિહોર જ્ઞાનગંગા સંસ્થાનો શેક્ષણિક પ્રવાસ
હરેશ પવાર
સિહોર જ્ઞાનગંગા વિધાસંકુલ દ્રારા તા.૦૧-૦૧-૨૦૨૦ થી ૦૨-૦૧-૨૦૨૦ ગુરુવાર બે દિવસનો ધોરણ-૫ થી ૮ના વિધાથીઁનો શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવ્યો હતો.જેમાં વિધાથીઁઓએ સરદાર સરોવર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, વિધુત મથક,પોઈચા,પાવગઢ,આઝવા તેમજ વડોદરા કમાટીબાગની મુલાકાત લીધી હતી.પ્રવાસમાં વિધાથીઁઓએ શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે આનંદ લીધો હતો.આ પ્રવાસ સફળ બનાવવા શાળાના ટ્રસ્ટીશ્રીઓ તેમજ શિક્ષક મિત્રો ભારે જહેમત ઉઠાવી હતી.