સિહોરના ઉદ્યોગપતિ અજય શુક્લે વિકલાંગ બાળકો પરિવારોને ઉત્તરાયણ પર્વે ચીજવસ્તુઓનું વિતરણ કર્યું


સલીમ બરફવાળા
કુદરતની મજાક ને સમજવી મુશ્કેલ છે કારણકે કેટલાય એવા પરિવારો વ્યક્તિઓ છે કે જન્મથી જ ગરીબી પીડા મુશ્કેલીઓ લઈને જન્મતા હોઈ છે બીજી તરફ ભષ્ટાચાર અને કૌભાંડની ચારે તરફ બુમો પડી રહી છે જેની વચ્ચે માણસાઈ અને માનવતા હજુ જીવે છે તે વાતને નકારી શકાય તેમ નથી સિહોરના ઉદ્યોગપતિ અજય શુકલના ઉત્તમ વિચારો અનેક પરિવારોમાં ખુશીઓની મુસ્કાન બન્યા છે સિહોર ખાતે છેલ્લા દસ વર્ષ થી વધુ સમય થી દિવ્યાંગ મંદ બુદ્ધિ બાળકો માટે ની સેવાકીય સંસ્થા ધરાવતી પી.એન.આર સોસાયટી કાર્યરત છે અહીં દિવ્યાંગ બાળકો માટે કસરત ગેમ્સ અક્ષરજ્ઞાન તેમજ ડોકટર દ્વારા શારીરિક તપાસણી સહિત ટ્રેનર દ્વારા સેવા આપવામાં આવે છે.

હાલ ઉત્તરાયણ પર્વે ચાલી રહ્યું છે ત્યારે દિવ્યાંગ બાળકો પરિવારોને પણ ઉતરાયણ પર્વે ઉજવવાનો અધિકાર રહેલો છે સિહોરના જાણીતા દાતા અજયભાઈ શુક્લ દ્વારા આ સંસ્થાના બાળકો ને પતંગો ફિરકી સાથે પોષ્ટિક વાનગી તલ મમરા શીંગ લાડુ ચીકી તેમજ શેરડી નું વિતરણ કર્યું હતું વિતરણ સમયે ભારે હોહા અને અવાજ શોર બકોર કરી આનંદ સાથે સંસ્થા ના બાળકો ખૂબ ઘેલ મસ્તી આનંદ સાથે આ પર્વ ની ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી અનેક પરિવારોની પરેશાની મુશ્કેલીઓ વચ્ચે ઉદ્યોગપતિ અજય શુકલના ઉત્તમ વિચારો અનેક પરિવારની મુસ્કાન બની છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here