સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા સિહોર ખાતે યુગ પુરુષ યુવા સંવાદ કાર્યક્રમ

હરેશ પવાર
સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે ગઈકાલે સિહોર શહેર ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો યુવા સંવાદ કાર્યક્રમ સિહોર નગરપાલિકાના પ્રમુખ વિક્રમભાઈ નકુમના અધ્યક્ષ સ્થાને ટાઉનહોલ ખાતે યોજાયો આ કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય અને વંદેમાતરમ ગાન સાથે કરવામાં આવી તેમજ જિલ્લા રમત-ગમત કચેરી માંથી કોચ, જયદીપભાઈ રબારી, ચેતનાબેન મોરી,ગૌરવસિંહની વિશેષ ઉપસ્થિતિ માં જિલ્લા પંચાયત સીટ વાઈજ રમત ગમત સાધનોની કીટ નુ વિતરણ કરવામાં આવ્યું.

આ કાર્યક્રમ માં ઉપસ્થિત જિલ્લા ભાજપા ઉપાધ્યક્ષ ભરતભાઈ મેર, જિલ્લા મંત્રી દિપ્તીબેન ત્રિવેદી, હીનાબેન ગઢદરા,ગુજ.પ્રદેશ યુવા મોરચાના અનીલભાઇ ગોહિલ તેમજ સિહોર શહેર ભાજપ પ્રમુખ ડી. સી. રાણા,મહામંત્રી નિલેશભાઈ જાની,ઘનશ્યામભાઈ પરમાર તેમજ સિહોર તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઇ ચૌહાણ,નગરપાલીકાના ઉપપ્રમુખ ચતુરભાઈ,શહેર ભાજપના હોદેદારો,તેમજ સ્વામી વિવેકાનંદ યુવા બોડૅ ના તાલુકા સંયોજક રાહુલ ગોહિલ,માયા બરબસીયા સહિત યુવા કેન્દ્રના કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા.આ સંપૂર્ણ કાર્યક્રમ નું સંચાલન કિશનભાઇ સોલંકી દ્વારા કરવામાં આવ્યું તેમજ સ્વાગત વિધિ ધ્રુવભાઈ ભટ્ટ દ્વારા અને આભાર વિધિ શ્રેણિકભાઈ શાહ દ્વારા કરવામાં આવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here