ગોપીનાથજી કોલેજ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસ અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં મામલતદાર નિનામાએ માર્ગદર્શન આપ્યું

હરેશ પવાર
આજે સિહોર સહિત જિલ્લામાં મતદાન જાગૃતિ કાર્યક્રમો સાથે મતદાતા દિવસના ઉજવણી કરવામાં આવી હતી સિહોરના ગોપીનાથજી કોલેજ ખાતે મામલતદાર નિનામાંના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી ભારતનાં ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશમાં ૨૫ મી જાન્યુઆરી યુવા મતદાતા દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે.

ત્યારે સિહોર મામલતદાર કચેરી દ્વારા મામલતદાર નીનામાના અધ્યક્ષ સ્થાને ગોપીનાથજી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતેં યુવા મતદાતાઓની ઉપસ્થિતિમાં તેમજ ટ્રસ્ટી રમેશભાઈ રાઠોડ પ્રિન્સીપાલ યોગેશભાઈ જોશી વગેરેની ઉપસ્થિતિમાં વિશિષ્ટ સમજણ અને બૂથ લેવલે કામ કરતા બી એલ.ઓ શિક્ષકોને ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા.

નાયબ મામલતદાર હેમરાજસિંહ વાળાએ નિષ્પક્ષ નીડર અને મુક્ત મતદાર થાય એવા યુવાઓને શપથ લેવડાવ્યા યુવાઓને મતદાન અંગે જાગૃત કરવાતા પ્રયત્નો હાથ ધરવા સુચના અને માર્ગદર્શન આપેલ તેમજ વધુમાં વધુ લોકો મતદાન અંગે જાગૃત થાય.માટે સૌને પ્રયત્નશીલ રહેવા જણાવાયુ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રાધ્યાપિકા આરતી સોલંકી દ્વારા કરવામાં આવ્યું અને આભારવિધિ અક્રમ ડેરૈયા દ્વારા કરવામાં આવી હતી અહીં સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here