સિહોર શહેરમાં ઠેર-ઠેર યુઝ એન્ડ થ્રો પ્રકારનાં પ્લાસ્ટીકનાં બેહદ ઉપયોગ અને તેનાં આડેધડ નીકાલને કારણે પ્લાસ્ટીક પ્રદુષણની ગંભીર સમસ્યા ઉદભવી રહી છે.

દેવરાજ બુધેલીયા
નગરપાલિકા દ્વારા દેખાવપુરતી ચેકીંગ કાર્યવાહી કરવામાં આવે છે. પ્લાસ્ટીક પ્રદુષણનાં વધતા જતા પ્રમાણ સામે કડક કાર્યવાહી માંગ ઉઠી છે નગરજનોને પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળવા તેમજ 20 માઇક્રોથી ઓછા પ્લાસ્ટીકનાં ઝબલા, થેલી પ્રતિબંધીત હોવાથી તેની બનાવટ, વેચાણ, અને ઉપયોગ ન કરવા ચેતવણી આપી સંતોષ માની લેવામાં આવે છે અને દેખાવ પૂરતી કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ સજંડ અમલી કરણમાં ભારે શિથીલતાને કારણે સમસ્યાનાં ઉકેલને બદલી દિવસે દિવસે વધતી જાય છે. જેને ઉપયોગ સામે સતત ચેકીંઝ ઝુંબેશ ચલાવી પરિણામલક્ષી કાર્યવાહી કરવી જોઇએ.

વર્તમાન હાલ નાના-મોટા ધંધાઓમાં શાકમાર્કેટ, રેસ્ટોરન્ટ, લારી ગલ્લાઓ, દૂધ, છાસ, પાન મસાલામાં પ્લાસ્ટીકનો રોજીંદો ઉપયોગ થાય છે. તેમજ ઉપયોગ બાદ જયાં ત્યાં ફેંકી દેવાથી ઉકરડાઓ સર્જાય છે. જેથી ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધે છે. ઉપરાંત ફળ ફળાદીની છાલ, કચરો, વાસી ખાદ્ય પદાર્થો વગેરે પ્લાસ્ટીકનાં ઝબલામાં ભરીને રસ્તાપર ફેંકી દેવાતા હોઇ ગાય કે રખડુ ઢોરનાં પેટમાં જતા મોત થવાનાં બનાવો પણ નોંધાય છે.  પ્લાસ્ટીક પ્રદુષણ નિવારવા માટે ફકત નોટીસ આપવાથી સમસ્યા ઘટતી નથી. જેથી નગરપાલીકા દ્વારા ચેકીંગ ઝુંબેશ ચાલુ રાખવા પણ માંગ લોકોમાં ઉઠી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here