ચા નાસ્તાની કેબિન શરૂ હોત તો ઘટનાની કલ્પના કરવી મુશ્કેલ હોત, ટ્રોલી એ કેબિનનો કુંડદો બોલાવ્યો અને ડમ્પરનું કેબિન ધડાકાભેર દીવાલ સાથે અથડાયું
હરેશ પવાર
સિહોરના હાઇવે હવે રક્તરંજીત બનવા લાગ્યા છે છેલ્લા થોડા દિવસોથી રોજ સવારના સૂરજના પહેલા કિરણો ફૂટે અને ચા સાથે અખબારો ખોલીએ એટલે હાઇવે પર અકસ્માતની ઘટનામાં કોઈ પરિવારોમાં માતમ છવાયો હોવાના સમાચારો જોવા મળે છે હજુ ગુરુવારે બપોરના દાદાનીવાવ વિસ્તારમાં ડમ્પરના પૈડાં દંપતી પર ફરી વળ્યાની સાહી સુકાઈ નથી.
ત્યાં આજે ફરી વહેલી સવારે સિહોરના સર્વોત્તમ ડેરી નજીક વિચિત્ર અકસ્માતની ઘટનામાં કહેવાઈ કે એક મોટી દુર્ઘટના બનતી અટકી હતી સર્વોત્તમ ડેરી નજીકથી આજે સવારે કોલસી ભરેલા ડમ્પર ટ્રોલીમાંથી અચાનક છુટુ પડી જતા ડમ્પર રોડની સાઇડમાં પસાર થઇ ધડાકાભેર ડેરીની દિવાલ સાથે અથડાયુ હતુ ટ્રોલી ચા નાસ્તાની કેબિન સાથે ધડાકાભેર અથડાયું હતું કચ્છ તરફથી કોલસી ભરી આવેલું ડમ્પર ટ્રોલીમાંથી છુટુ પડી દિવાલ સાથે અથડાયાની ઘટનામાં કોઇ જાનહાનિ કે ઇજા થઇ ન હતી પરંતુ એક મોટું દુર્ઘટના બનતા અટકી છે