તંત્ર દ્વારા શૌચાલય તથા ઉકરડાને તોડી પાડતા વિવાદ સર્જાયો, કંસારા બજાર વિસ્તારના લોકોનું ટોળું પાલિકામાં ઘસી આવ્યું, ઉગ્ર રજૂઆતો થઈ
સમગ્ર મામલે ભારે હોબાળો, વિપક્ષ અને શાશક પક્ષના સભ્ય લોકોની વ્હારે, લોકોનો રોષ જિલ્લા ભાજપ સુધી પોહચ્યો
બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના કંસારા બજાર ગરાસિયા ખાંચામાં થોડા દિવસ પહેલા તંત્ર દ્વારા ધરાશાઈ કરી તોડી પાડેલ શૌચાલય તથા ઉકરડા મામલે ભારે હલ્લાબોલની સ્થિતિ સર્જાઈ છે તંત્ર દ્વારા તોડી પડાયેલા શૌચાલય તથા ઉકરડાને લઈ લોકોમાં ભારે રોષ અને નારાજગી સર્જાઈ છે જે સમગ્ર મામલો આજે પાલિકા પ્રમુખ ચેમ્બર સુધી પોહચ્યો છે જિલ્લા ભાજપ પ્રમુખના કાન સુધી વાતનું વતેસર થયું છે અને વિપક્ષ અને શાશક પક્ષના સભ્ય લોકોની વ્હારે આવ્યા છે.
થોડા દિવસો પહેલા સિહોરના વોર્ડ નં ૬ કંસારા બજાર ગરાસીયા નાં ખાંચામાં વર્ષો જૂના શૌચાલય તથા ઉકરડા ની કુંડી લોકોની સંમતિ વગર તપાસ કે સર્વે કર્યા વગર અમુક માણસો ના રાજકીય દબાણથી ગેર કાયદેસર તોડી પાડેલ હવે સ્થિતિ એવી સર્જાઈ છે કે ગરાસીયાના ખાંચામાં તથા આજુ બાજુની અમુક શેરીઓ ઘરોમાં શૌચાલય કે ગટર વ્યવસ્થા ન હોવાથી ગરીબી હેઠળ જીવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહો છે અને આ અગવડો વચ્ચે લોકો ગમે ત્યાં કચરો તથા એઠું નાખે છે જેથી બીમારી વધુ પ્રસરી રહી છે મુખ્ય વાત એવી સામે આવી છે.
કે ખાલી પડેલ શૌચાલય કે ઉકરડાની કુંડી ની જગ્યામાં કબજો કરવા માટે અમુક તત્વો દાદાગીરી ધાક ધમકી આપી રહીશો મહિલાઓ સાથે અસભ્ય વર્તન કરે છે અને ખાલી પડેલી જમીન હડપ કરવા માંગે છે સમગ્ર મામલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે આજે અહીં વિસ્તારનું એક ટોળુ સિહોર પાલિકા ખાતે દોડી આવ્યું હતું અને રોષ સાથે રજૂઆતો કરી હતી અને શૌચાલય તથા સૂકા અને ભીના કચરા માટેની કચરાપેટી વહેલી તકે મૂકી આપવાની માંગ કરી છે
બોક્સ…
ગરાસિયાના ખાંચામાં આવેલા શૌચાલય તોડી પાડવામાં આવ્યા છે જેને લઈને અહીંના વિસ્તારમાં રહેતા લોકોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે જે દુઃખદ ઘટના છે જેને લઈને જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઈ ને પણ આ બાબતે રજુઆત કરવામાં આવી છે અને વહેલી તકે નવા શૌચાલય બનાવી દેવામાં આવે
દીપશંગભાઈ રાઠોડ
સ્વચ્છતા અભિયાન ને ધ્યાનમાં રાખીને પાલિકા દ્વારા વપરાશમાં ન હોય તેવા શૌચાલય દૂર કરવા ઠરાવ કરવામાં આવેલ પરંતુ કોઈ પણ જાતનો સર્વે કર્યા વગર જે તે વોર્ડના નગરસેવકને વિશ્વાસમાં લીધા વગર પોતાના લાગતા વળગતાના કહેવાથી શોચાલય દૂર કરવામાં આવતા જેને લઈને રહી વસતા રહીશો આજે શૌચાલયના દુરસ્ત થવાથી હેરાન થઈ ગયા છે અને અહીંના વિસ્તારમાં થી હિજરત કરી બીજી તરફ રહેવા માટે જઈ રહ્યા છે ત્યારે નારાજ જનતાની લડતમાં સિહોર શહેર કોંગ્રેસ સાથે રહેશે
મુકેશભાઈ જાની
અમારા વોર્ડ નંબર ૬ ના ગરાસીયા વિસ્તારમાં આવેલ ઉકરડા કુંડી પાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે તોડી પાડવામાં આવેલ છે જેને લઈને અહીં કચરાના લીધે ગંદકી જામી ગઈ છે અને સ્વચ્છ ભારતના નારા સાથે ફરતી કચરો ઉપાડવાની ગાડી પણ સમયે આવતી નથી જેને લઈને આજે પાલિકા પ્રમુખ ને લેખિત રજુઆત કરવામાં આવી છે
અહીં વસતા રહીશ