છેલ્લા બે દિવસથી સવારે ૮ સુધી માર્ગો પર ધુમ્મસનું સામ્રાજ્ય, હિમવર્ષાને લીધે ઠંડા પવનો ફુંકાયા, તીવ્ર ઠંડીનો અહેસાસ, તાપમાનમાં આંશિક વધારો

દેવરાજ બુધેલીયા
ઉત્તર ભારતના પહાડી વિસ્તારો જમ્મુ, કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં સતત થઈ રહેલી હિમવર્ષાને કારણે હાડ થીજાવતી ઠંડીની શરૃઆત થઈ છે. જેમા ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં તાપમાનનો પારો નીચો જવાથી ઠંડી વધી રહી છે. હિમવર્ષાને લીધે ફુંકાતા ઠંડા પવનોથી સિહોર સાથે જિલ્લા અને ગુજરાતમાં પણ તીવ્ર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે છેલ્લા બે ત્રણ દિવસથી સિહોર સહિતના જિલ્લાઓમાં વહેલી પરોઢે આકાશમાંથી ગાઢ ધુમ્મસ છવાઈ જાય છે. જેમાં ગઈકાલે આજે વહેલી સવારે પ્રગાઢ ધુમ્મસ છવાયું હતું.

સૂર્યોદય થવા છતાં સૂર્યના કિરણો પૃથ્વી પર દેખાતા ન હતા. ગાઢ ધુમ્મસથી વહેલી સવારે દોડતા વાહનચાલકો પણ મુશ્કેલી અનુભવી રહ્યા હતા. તો કેટલાક હાઈવે માર્ગો પર પોતાનું વાહન પાર્ક કરી ચાની કીટલીઓ નજીક તાપણાનો સહારો લેતા જોવા મળ્યા હતા જ્યારે ઠંડીએ જોર પકડતા છેલ્લા કેટલાક દિવસથી તાપમાનનો પારો ગગડતા કાતીલ ઠંડીનો લોકોએ અહેસાસ કર્યો હતો અને જેની સીધી અસર લોકોના જનજીવન પર જોવા મળી હતી આગામી સમયમાં હજુ પણ વધારે ઠંડી પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here