આમ જ પ્રજાના પૈસા ક્યાં સુધી વેડફયા કરશો, છેલ્લા કેટલાક વર્ષોથી પાણીના પાઈપો પડ્યા છે જેની કિંમત કરોડોમાં થાય છે, અડધા ઉપર ૭૫% પાઈપો ચોરાઈ ગયા હશે, તમને કેમ પડી નથી, આટલી બેદરકારી કેમ, જવાબદાર અધિકારી અહીં એકાદ ડોક્યુ કરે.
હરેશ પવાર
સિહોર શહેરમાં આવેલ રેસ્ટ હાઉસના સામેના ગ્રાઉન્ડમાં છેલ્લા વર્ષોથી પડેલા પાઈપોનું કોઈ ઘણી નથી પાઇપોની કિંમત કરોડોમા થાય છે પરંતુ અહીં કરોડોની કોઈને વેલ્યુ નથી નગરપાલિકામાં તંત્ર કે વહીવટકર્તાઓ જેવું રહ્યું નથી શહેરની અસંખ્ય સમસ્યાઓથી લોકો પીડાઈને પરેશાની મુશ્કેલીઓ ભોગવે છે પરંતુ કોઇને પડી નથી અને લોકોએ આપેલા કિંમતી મતો એળે ગયા હોય તેવો આક્રોશ લોકોમાં ઉભો થયો છે રેસ્ટ હાઉસની સામેના ગ્રાઉન્ડમાં પડેલા અસંખ્ય પાઈપો જેતે સમયે મોટી માત્રમાં પડ્યા હતા જોકે હાલ ગણતરી કરવામાં આવે તો ૭૫% પાઈપો અહીંથી ગુમ થઈ ગયા હોવાનું જણાય છે.
જેની કિંમત કરોડો કરોડોમાં થવા પામે છે કેટલી ગંભીર બેદરકારી તંત્ર અને સત્તામાં બેઠેલા લોકોની છે તે આના પરથી સ્પષ્ટ દેખાઈ છે એક વાત અહીં સ્પષ્ટ છે કે પ્રજાના પૈસા આમજ ક્યાં સુધી વેડફયા કરશો કોંગ્રેસ દ્વારા અગાઉ પણ આ મામલે રજૂઆતો આક્ષેપો કરવામાં આવ્યા હતા પરંતુ કોંગ્રેસ તો આવેદન અને રજૂઆતો પૂરતું સીમિત છે પરિણામ સુધી પોહચવામાં ઇચ્છા શક્તિ જોઈએ પણ એ કોંગ્રેસ ક્યાં લેવા જશે વેચાતી તો મળતી નથી કરોડાના પાઇપોનું કોઈ ઘણી નથી પ્રજાના પૈસા વેડફાઈ રહ્યા છે અહીં કોઈ બોલનારું કે સાંભળનારું નથી..આટલી બેદરકારી કેમ..આટ-આટલા સવાલો અને આક્ષેપો થાય છે.
તંત્ર કે અધિકારીઓના પેટનું પાણી હલતું નથી પણ કુદરત માફ નહિ કરે…સત્તા ભોગવતા અને પ્રજાના ટેક્સના પૈસે પગાર લઇ તાગડધિન્ના કરતા અધિકારીઓએ પણ પોતાના ઘરમાં રહેલા અરીસા સામે એક વખત ઉભા રહીને પોતાની જાતને સવાલ કરવાની જરૂર છે તો કદાચ જવાબો મળી શકે..બાકી ઈશ્વર બધું જુવે છે અને સમયે એ ઈશ્વર ચોક્કસ જવાબો આપે છે ત્યારે મુખ્ય અને જવાબદાર અધિકારીએ પણ એકાદ ડોક્યુ અહીં કરવાની જરૂર છે.