આવી રીતે કોઈ વ્યક્તિ ગમેં ત્યાં અને ગમેં ત્યારે બમ્પ ઉભા ન કરી શકે જે સુપ્રીમ કોર્ટનો અનાદર છે..બનેલા બમ્પ તાકીદે દૂર કરવા જોઈએ : વકીલ મંડળ પ્રમુખ કમલેશભાઈ
હરેશ પવાર
સિહોરના દાદાની વાવ વિસ્તારમાં બે દિવસ પહેલા થયેલ અકસ્માતમાં એક દંપતીનો ભોગ લેવાયો હતો જેના કારણે અહીંના નગર સેવક દ્વારા હાઇવે પર તાકીદે બમ્પ બનાવવામાં આવ્યા હતા જેના કારણે હવે વકીલ મંડળ દ્વારા કેટલાક સવાલો ઉભા કરાયા છે વકીલ મંડળના કમલેશભાઈનું કહેવું છે કે હાલ સિહોરમાં બે દિવસ પહેલા દાદાનીવાવ પાસે અકસ્માતો થયેલ જેમા એક દંપતિનું અવસાન થતા વકીલ મંડળ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરે છે જ્યારે અકસ્માત એ અચાનક ઘટના છે પણ ત્યાર બાદ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ હોદ્દેદાર ગમેં ત્યારે ગમે ત્યાં બમ્પ કરી નાખે જે સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન ભંગ થતો હોય.
બે દિવસ પહેલા ભાવનગર શહેરમાં જેટલા બમ્પો હતા લગભગ આશરે ૧૦૦ જેટલા બમ્પ ભાવનગર કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવ્યા ત્યારે સિહોરમાં નગરપાલિકાના હોદ્દેદારો દ્વારા કોઈ પણ જાતની તંત્રની પરવાનગી વગર લેખિત રજૂઆતો વગર બમ્પ બનાવી નાખવાથી પણ અકસ્માતોનો ભય છે બમ્પ બનાવ્યા પછી સાઈન બોર્ડ મુકાયા નથી કોઈ નિશાની નથી હાલ ગેરકાયદેર બમ્પો કરવામાં આવે છે તે તંત્રએ દૂર કરવા જોઈએ કોઈ વ્યક્તિ ગમે ત્યાં બમ્પ કરી નાખે તે ચલાવી લેવાય નહિ સુપ્રીમ કોર્ટની ગાઈડ મુજબ હાઇવે પર થયેલા બમ્પ ગેરકાયદેસર છે અને બમ્પ બનાવવા માટેની પણ સરકાર અને તંત્રની ગાઈડ લાઈન છે જે મુજબ બમ્પ બનવા જોઈએ જેથી વાહનોને પણ નુકશાન ન થાય અને બનેલા બમ્પ દૂર કરવા વકીલ મંડળના પ્રમુખ કમલેશભાઈ દ્વારા જણાવ્યું છે