સિહોરના બેદરકાર તંત્રના પાપે માણસના મોત પછી પણ અહીં મુશ્કેલીઓ ઓછી નથી

સિહોરના બ્રહ્માકુંડ વિસ્તારની ઘટના, સ્થાનિક પરિવારમાં મોતની ઘટનાથી માતમ હતો અને બીજી તરફ નનામી સમયે રસ્તા પર ગટરના પાણીએ લોકોની મુશ્કેલી સર્જી દીધી, ગટરના પાણીના કારણે કલાકો સુધી નનામી પડી રહી


દેવરાજ બુધેલીયા
સિહોરના બ્રહ્મકુંડ વિસ્તારમાં બનેલી એક ઘટનાના કારણે સ્થાનિક લોકોમાં તંત્ર પ્રત્યે રોષ ભભૂકી ઉઠ્યો છે આપડે ભલે આપડા ભાષણોમાં બધું સાફ-સુથરુ હોવાના ભાષણો કરી લોકોની આંખમાં ધૂળ નાખવાનું કામ કરીએ પરંતુ લોકો આજે ૧૮મી સદીમાં જીવતા હોવાનો અહેસાસ કરે છે તે વાસ્તવિકતા સ્વીકારવી પડે સિહોરના બ્રહ્મકુંડ વિસ્તારમાં સ્થાનિક પરિવારમાં એક મરણ થયું પરિવારમાં માતમ અને રોકકળ હતું.

પરંતુ કહેવાય છે ને કે ગરીબ હોઈ એમના નસીબ પણ ગરીબ હોઈ છે અને અહીં સ્થિતિ એવી આવીને ઉભી છે કે માણસના મોત પછી પરેશાની ઓછી નથી નનામી નીકળવાના સમયે જાહેર રોડ ભયાનક રીતે ગટરના પાણી વહેવા લાગતા અહીંના લોકોની સ્થિતિ વિકટ બની હતી અને નનામી કઈ રીતે સ્મશાન સુધી પોહચાડવી તે સવાલ અહીં આવીને ઉભો હતો જોકે સમગ્ર ઘટનાની જાણ નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ સુધી પોહચી હતી અને તાત્કાલિક સાધન સામગ્રી સાથે કર્મચારીઓને સ્થળે પોહચવા છૂટ્યા હતા.

અહીંના સ્થાનિક નગરસેવક અશ્વિન બુઢનપરા, પત્રકાર આગેવાન કાર્યકર દેવરાજ બુધેલીયા ઘટના સ્થળે દોડી જઈને ભારે જહેમત ઉઠાવી હતી કલાકોની જહેમત બાદ ઉભરાયેલી ગટરના પાણી બંધ કરાયા બાદ સ્થાનિકોને હાશકારો થયો હતો ત્યારે કહી શકાય કે તંત્રના પાપે અહીં માણસના મોત પછી પણ પરેશાની ઓછી નથી અને ગટરના કરોડોના પ્રોજેકટ પછી પણ શહેરની આ સ્થિતિ છે જે આપડા સૌની કમનસીબી ગણાય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here