મુકેશ જાની અને દીપશંગભાઈ રાઠોડની હૈયાવરાળ, વડલાવાલી ખોડિયાર પાસે માઈલ સ્ટોન મુકો, ટાણા ચોકડી વિસ્તારમાં થયેલા દબાણો દૂર કરી ડીવાઈડર બનાવો, બન્ને નગરસેવકોની માંગ

હરેશ પવાર
સિહોરના રોડ રસ્તાઓમાં થતા અકસ્માતોને લઈ નગરસેવકો મેદાને આવ્યા છે મુકેશ જાની અને દીપશંગભાઈએ પોતાની હૈયાવરાળ ઠાલવી છે મુકેશ જાનીનું કહેવું છે કે સિહોર નગર પાલિકાનો વહીવટ એટલો બધો ખાડે ગયો છે વહીવટમાં બેઠેલા શાસકો કે જેઓ એમની નીતિ મુજબ જ્યારે આગ લાગે ત્યારે ખોદવા નીકળે તેવી સ્થિતિ આજે સિહોરમાં ઉભી થઈ છે દરેક શેત્રમાં ઉણી ઉતરેલી આ સિહોર નગરપાલિકાની ભાજપની સરકાર ગઈકાલે દાદાનીવાવ પાસે ગોજારી ઘટના બની ત્યાંના નગરસેવક અભિનંદનને પાત્ર છે કે એમણે પોતાના સ્વ ખર્ચે સ્પીડ બ્રેકર બનાવી નાખ્યા છે પણ વાત એવી છે.

તંત્રની જે જાગૃતિ હોવી જોઇએ તે દેખાતી નથી સ્ફુલો આવેલી છે ત્યાં બમ્પો બનાવવા જોઈએ તે પણ પાલિકાની પ્રાથમિક ફરજ છે જ્યારે વડલા ચોકે માઇલ સ્ટોન મુકવામાં આવે વડલાવાળી ખોડિયાર પાસે ડીવાઇડર બનાવવામાં આવ્યું છે તે કાપીને યોગ્ય કરવામાં આવે જેથી ટ્રાફિક પણ ઓછો થશે અકસ્માતો થતા રોકાશે ત્યારે પાલિકાએ આ જાગૃતિ દાખવવી જરૂરી છે ગામ ઈશ્વરના ભરોસે જીવી રહ્યું છે જ્યારે દીપશંગભાઈ જણાવ્યું હતું કે અગાઉ મેં વેદનાઓ સાથે રજૂઆતો કરેલી છે પરંતુ આ નીંભર તંત્ર અમારી માંગણી સ્વીકારતું નથી વડલા ચૉકથી રેસ્ટ હાઉસ સુધી જે ડીવાયડરો નથી બનાવ્યા તે માંગણી લોકોની ખૂબ જૂની છે.

જે ડીવાયડર ન બનવાથી અનેકના ભોગ લેવાયા છે તંત્રના પાપે લોકો મોતને ઘાટ ઉતરી રહ્યા છે રેસ્ટ હાઉસ અને વડલા ચોક સુધી ડીવાયડર કરવા માંગ કરી છે ટાણા ચોકડી વિસ્તારમાં થયેલા દબાણો દૂર કરવાની માંગ સાથે ભવિષ્યમાં આંદોલન કરવાની ફરજ પડશે તેવું દિપાભાઈએ જણાવ્યું હતું ત્યારે શહેરમાં થતી અકસ્માતોની ઘટનાઓને લઈ નગરસેવકોએ ચિંતા વ્યક્ત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here