તાલુકા પંચાયતની 22 બેઠકો માટે મતદાન 4 જિલ્લા પંચાયતની બેઠકો માટે જામશે જંગ: ગ્રામ્ય વિસ્તારના મતદાતાઓ નું અકળાવનારૂ મૌન

રેશ પવાર : બ્રિજેશ ગૌસ્વામી
આવતીકાલે રવિવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે સિહોર તાલુકા પંચાયતની 22 બેઠકો અને 4 જિલ્લા પંચાયતની બેઠકો માટે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે તાલુકા પંચાયતની 22 બેઠકો માટે ભાજપ દ્વારા ગ્રામ્ય વિસ્તારના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચી જવા માટે પુરજોશમાં પ્રસાર પ્રચારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ સિહોર વિસ્તારમાં કોંગ્રેસ નેતાઓ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો વિજય ધ્વજ લહેરાવવા તનતોડ મહેનત કરી રહ્યા છે અને તાલુકા જિલ્લાના આગેવાનો હાલ ગામડે ગામડા ખૂંદી રહ્યા છે અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કબજે કરવા તનતોડ મહેનત કરી રહ્યા છે. બંને પક્ષોના પ્રચાર અને પ્રસાર વચ્ચે ગ્રામ્ય મતદાતાઓ નું મૌન ભારે અકળાવનારું લાગી રહ્યું છે અને બંને પક્ષો માંથી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત પણ કબજે કરશે તેના પર લોકોની મીટ મંડાઇ છે હા એક વાત ચોક્કસ આ વખતની ગ્રામ સ્વરાજની ચૂંટણી બંને પક્ષો માટે કપરા ચઢાણ જેવી છે.

બોક્સ..


ગામડાઓમાં ઉત્તેજના…રોમાંચ…કાલે મતદાન… ચૂંટણી સ્ટાફ રવાના.. જડબેસલાક સુરક્ષા તૈનાત

મહાનગરપાલિકા ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે તાલુકા જીલ્લા પંચાયતની ચૂંટણી આવતીકાલે થશે અને તે સંદર્ભે તાલુકા ક્ષેત્રો ગામડાઓમાં ભારે ઉત્તેજના-રોમાંચ વ્યાપી ગયો છે તાલુકા મથકના વિસ્તારોમાં ચૂંટણી સ્ટાફ આજે રીકવીઝીટ કરાયેલ બસો અને અન્ય વાહનો મારફત સવારથી પોતપોતાના ઈવીએમ-અન્ય મશીનરી સાથે પોતાના બુથો ઉપર રવાના થયા હતા કાલે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જીલ્લા પંચાયતની ૦૪ તથા તાલુકા પંચાયતની ૨૨ બેઠક માટે સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન થશે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે પોલીસ તંત્ર દ્વારા જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here