સિહોરના નગરસેવકે બોલ્યું પાળી બતાવ્યું, હાઇવે પર પાંચ દિવસમાં પાંચ સ્પીડ બ્રેકર કરશે પોતાના ખર્ચે..જાહેરાત બાદ ત્રણ દિવસમાં કરી બતાવ્યા
બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેર નહિ પણ જિલ્લા રાજ્ય કે દેશના રાજકારણમાં પ્રજાના પ્રતિનિધિ બોલ્યું પાળી બતાવે તે એક નવાઈ લાગે ચૂંટણી સમયે મત લેવા દર દર ભટકતા નેતા અને સ્થાનિક નેતાઓ..લોકો કલ્પના ન કરી શકે તેવા વાયદાઓ કરતા હોય છે તે પ્રજા પણ જાણે છે પણ જે પ્રજાનો પ્રતિનિધિ બોલ્યું પાળી બતાવે તે એક નવાઈ ઉપજાવે તેવી વાત છે અને આશ્રય લાગે પરંતુ આ નગરસેવક બોલ્યા અને સમય કરતાં વહેલું કરી બતાવ્યું છે વાત જાણે એમ છે કે શહેરના દાદાનીવાવ વિસ્તારમાં પાંચ દિવસ પહેલા ગોજારી ઘટના બની પતિ પત્ની મોતને ભેટ્યા અને જેના કારણે લોકોમાં એક આક્રોશ ઉભો થયો શહેરનો હાઇવે દિવસે ને દિવસે ગોઝારો બનતો જાય છે જેના કારણે લોકોમાં સ્પીડ બ્રેકરની માંગ ઉભી થઇ અને અકસ્માતની રાત્રીના લોકો રોડ પર ઉતરી આવ્યા..સ્પીડ બ્રેકરની માંગણી સાથે લોકોમાં અકસ્માતનો આક્રોશ જોવા મળ્યો.
ત્યારે સ્થળ પર હાજર પ્રજાના પ્રતિનિધિ નગરસેવક ચૂંટાયેલા સભ્ય વિક્રમભાઈ નકુમે હાજર લોકોને બાંહેધરી હૈયાધારણ આપી કે આવતીકાલથી દાદાનીવાવ થી રેસ્ટ હાઉસ સુધી સ્પીડ બ્રેકરો બની જશે નગરસેવકની બાંહેધરી પ્રથમ દ્રષ્ટિએ લોકોને લોલીપોપ લાગી હશે કોઈ રજુઆત આવેદન નહિ તંત્ર પાસે કોઈ માંગણી નહિ અને એમ જ નગરસેવક એવું કહે કે આવતીકાલે થઈ જશે ત્યારે લોકોને સ્વાભાવિક લોલીપોપ લાગે કારણ કે નેતાઓ મત લેવાના સમયે વાયદો કઈક કરવાના અને ચૂંટાયા પછી કરવાનું કઈક..આવું બધું રાજકારણમાં ચાલ્યા કરતું હોય..પરંતુ પ્રજાના પ્રતિનિધિની હૈયાધારણ બાદ બીજા દિવસે આકાશમાં સૂરજના કિરણો ફૂટે ન ફૂટે ત્યાં નગરસેવક વિક્રમભાઈ નકુમનું ખુદનું તંત્ર બજરંગદાસ હોટલ પાસે સ્પીડ બ્રેકરની તમામ જરૂરી સામગ્રી સાથે ઉતરી આવ્યું અને પોતાના સ્વ ખર્ચે કામગીરી શરૂ કરી.
નગરસેવક વિક્રમભાઈએ મીડિયાના કેમેરાની આંખ સામે લોકેશન સાથે શહેરના હાઇવે પર પાંચ દિવસમાં પાંચ સ્પીડ બ્રેકર પોતાના સ્વ ખર્ચે બનાવવાની જાહેરાત કરી અને સ્પીડ બ્રેકર બનાવવાની સાથે સાથે પછી ઘણું ઘણું થયું વિરોધનો સુર પણ ઉઠ્યો જેનો ઉલ્લેખ અહીં નહિ કરીએ પરંતુ વિક્રમભાઈ નકુમે મિડિયા સામે પાંચ દિવસમાં પાંચ સ્પીડ બ્રેકર બનાવવાની જાહેરાત કરી હતી અને જે નગરસેવકે ત્રણ દિવસમાં કરી બતાવ્યું છે એટલે કે બોલ્યું પાળી બતાવ્યું અને સ્વ ખર્ચે કરી બતાવ્યું અને લોકોને આપેલો વાયદો અને વચન પૂરું કર્યું છે ટૂંકમાં કહીએ તો અહીં સિહોર શહેરના ભાજપ કોંગ્રેસના તમામ પદાઅધિકારીઓએ શીખ લેવા જેવી ખરી બસ આટલું.