શહેરને ઢોરના ત્રાસમાંથી કોણ કરશે મુક્ત, મહિલા નગરપતિના વોર્ડમાં આ દશા છે

દેવરાજ બુધેલીયા
સિહોરમાં રોડ પર રખડતા ઢોરના ત્રાસને કારણે પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે આ આખલાઓ અંદરોઅંદર લડતા હોય છે. જેને કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. શહેરમાં રખડતા આખલાઓ તંત્ર માટે માથાના દુખાવા સમાન બન્યા છે અને ક્યારેક જીવલેણ અકસ્માતો પણ સર્જે છે પરંતુ ગઈકાલે મહિલા નગરપતિના વોર્ડમાં બે આખલાઓ બાખડયા અને આંતક એવો ફેલાવ્યો કે લોકોમાં મુઠયુંઓ વાળી હતી અને લોકોના જીવ રીતસર તાળવે ચોંટી ગયા હતા અને ભારે નાસભાગ મચી જવા પામી હતી ઘટનાને લઈ કેટલાક વાહનોને પણ નુકશાની થઈ હતી ત્યારે સિહોરએ તાલુકાના ગામડાઓના હટાણાનું કેન્દ્ર અને તેમાં આખો દિવસ રાહદારીઓ અને વાહનચાલકોની ભારે ભીડ રહેતી હોય છે.

વેપારીઓને દુકાનો અને લારીએ આખલાઓ આવી શાકભાજી,ફળ કે અન્ય ખાધસામગ્રી ખાવા માટે માથુ મારે છે ત્યારે ખરીદી કરતા ગ્રાહકને અડફેટે લે છે. અને એમાંય જો મેઇન બજારમાં બે આખલા વચ્ચે લડાઇ થાય તો મહિલાઓ,વૃધ્ધો,બાળકોની હાલત કફોડી થઇ જાય છે. અને તેઓને જીવ કઇ રીતે બચાવવો તે એક યક્ષ પ્રશ્ન બની જાય છે. વડલા ચોક પાસે તો અનેક નાના-મોટા અકસ્માતો થાય છે. પરંતુ તંત્ર આ બાબતે સાવ ચુપકીદી સાધીને બેઠું હોય, નગરજનોમાં આ બાબતે ભારે રોષ અને કચવાટ જોવા મળી રહ્યા છે. અને રખડતા ભટકતા આખલાઓનો ત્રાસ વહેલામાં વહેલી તકે દૂર કરવા તંત્ર યોગ્ય અને ઠોસ કદમ ઊઠાવે તેવી પ્રબળ લોકમાંગ ઊઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here