મંડપ, ડેકોરેશન, સાઉન્ડ, ફ્લાવરકામ, કેટર્સ જેવા અનેક ધંધાર્થીઓને લાગ્યું છે કોરોના ગ્રહણ, લોકડાઉન પછી આ ધંધાર્થીઓ થયા બેરોજગાર

મિલન કુવાડિયા
માંડ માંડ બેઠા થયેલા ધંધાને ફરી કોરોનાએ પાટુ માર્યું છે જેને લઈને અનેક ધંધાઓને ફરી તાળા લાગી ગયા છે. ફરી કોરોનાએ માથું ઉચકતા લગ્ન પ્રસંગો, લોક ડાયરા, કથા સપ્તાહ ઉપર પણ બ્રેક લાગી ગઈ છે. જેને લઈને આની ઉપર નભતા ધંધાર્થીઓને માટે ગુજરાન ચલાવું કપરું બની ગયું છે જેને લઈને મંડપ, લાઈટ ડેકોરેશન, ડીજે સાઉન્ડ, કેટરિંગ જેવા વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા ધંધાર્થીઓએ પોતાના મૃત પ્રાય બનેલા ધંધામાં પ્રાણ ફૂંકવા સરકારને રજુઆત કરી છે. જેમાં તેમણે કહ્યું હતું કે અમારા વ્યવસાયીઓ ૧૨ માસથી બિલકુલ બેકાર હાલતમાં હોઇ અમારે ગોડાઉન ભાડા , પાર્ટી પ્લાટના ભાડા , લીઝ પર લીધેલ સરકારી પ્લોટ કે હોલ ભાડા , સરકારી ટેક્ષ , ઓફિસ સ્ટાફના પગારો , કારીગર વર્ગ , મજૂર વર્ગના પગારો અને વ્યવસાયને લગતા તમામ અન્ય ખર્ચા સાથેસાથે અમારા પરિવારના ભરણપોષણનો પ્રશ્ન પણ ખરોજ .

આપ સાહેબશ્રી મહદઅંશે અમારી ઉપરોક્ત વેદનાઓથી વાકેફ છો જ . તો અમો આપ સાહેબશ્રી સમક્ષ અમારી ખુબજ નાની માગણીઓ રજૂ કરીએ છીએ જેની ઉપર ગંભીરતાપૂર્વક વિચારણા કરી યોગ્ય કરવા અમારી આગ્રહભરી વિનંતી છે.અમારા વ્યવસાયની જગ્યાઓ જેવી કે પ્લોટ , ગોડાઉન , ઓફિસની જગ્યાઓના કોર્પોરેશન , નગરપાલિકા કે પંચાયત કોઇપણ પ્રત્યક્ષ કે પરોક્ષ ટેક્ષ સત્વરે માફ કરવામાં આવે અને ચૂકવાઇ ગયેલ ટેક્ષ પરત જમા આપવા જોઇએ . કારણકે છેલ્લા ૧ વર્ષથી એકમાત્ર અમારોજ વ્યવસાય બંધ હોઈ આવક બિલકુલ થવા પામેલ નથી અને ઉપર જણાવ્યા પ્રમાણેના ખર્ચાઓ ચાલુજ રહેવાના કારણે અમો આર્થિક બેહાલ થયા છીએ.

અમારા વ્યવસાયીઓ પાસે સરકારી લીઝ પર રાખેલ પ્લોટ , હોલ કે ગોડાઉનના નક્કી કરેલ ભાડા ગત માર્ચ -૨૦૨૦ થી જ્યાસુધી અમારો ધંધો ફરી પૂર્વવત થાય નહીં ત્યાં સુધી માફ કરવામાં આવે અને જો ભાડું કે ડિપોઝિટ ચૂકવાયેલ હોય તો પરત કરવામાં આવે .અમારી માગણી છે કે લગ્ન પ્રસંગ , ધાર્મિક મેળાવડા , પ્રદર્શન કે અન્ય પ્રસંગોમાં ઓછામાં ઓછી ૫૦૦ વ્યક્તિની અને જગ્યાના પ્રમાણમાં ૫૦ % વ્યક્તિની પ્રસંગ માટે છૂટ આપવામાં આવે.કોઇપણ પ્રસંગના કાર્ય માટે શહેરી કે ગ્રામ્ય વિસ્તારમાં માલસામાનના ટ્રાન્સપોર્ટેશન માટે સાધન સાથે મજૂરોને અવર – જવરની મંજૂરી આપવામાં આવે અને કોઇ કનડગત ન કરવામાં આવે.

કરફ્યુની અવધિ રાત્રિના ૧૧-૦૦ પછી કરવામાં તથા કરફયુગ્રસ્ત વિસ્તાર બહાર પ્રસંગ અંગે સેવાઓ પૂરી પાડતા વ્યવસાયીઓને કામ કરવા જવા તથા કામ પૂર્ણ કરી આવવા માટે માલસામાન હેરફેર માટે સાધન , મજૂર વર્ગ તથા અમારા સ્ટાફ મેમ્બરર્સને છૂટ આપવામાં આવે .અમારા વ્યવસાયીઓનાં સરકારશ્રીના કરેલા કામોના બાકી બિલોનું ચૂકવણું અગ્રિમતા આપી ત્વરિત કરવામાં આવે.ગતવર્ષ એપ્રિલ -૨૦૨૦ થી લોકડાઉન તથા અનલોકની પરિસ્થિતીના કારણે વ્યવસાય બિલકુલ બંધ હોઈ વપરાયેલ યુનિટ સિવાયની રકમ જેવી કે મીટર ભાડા , જીએસટી કે અન્ય પરીક્ષા લેવાતી રકમ માફ કરવામાં આવે તથા ભરાયેલ રકમ બિલમાં મજરે જમા આપવામાં આવે .

ઉપરોક્ત માગણીઓ પર ખુબજ ગંભીરતાથી વિચારણા કરી ત્વરિત યોગ્ય કરશો . હાલમાં અમારો વ્યવસાય બિલકુલ મૃતપાય થઇ ગયેલ છે . ખુબજ મોટા પ્રમાણમાં અમારા વ્યવસાયીઓ તથા અમારી સાથે સંકળાયેલા કારીગર , મજૂર તથા અનેકાનેક લોકો બેરોજગાર થઇ ચૂકેલ છે. ત્યારે સરકાર પાસે મદદ માટેની બુહાર લગાવી છે ત્યારે સરકાર રાજ્યમાં વસતા આ ધંધાર્થીઓની ઉપર રહેમ નજર રાખી ને કઈક સહાય જાહેર કરે છે કે કેમ તે હવે આગામી દિવસોમાં જોવા રહ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here