સિહોરમાં આજે નવસર્જન સંસ્થાના સભ્યની હાજરીમાં પિતળના વાસણો દાન કરાયા

હરેશ પવાર
દેશમાં નવું સંસદ ભવન આકાર લઈ રહ્યું છે ત્યારે આ સંસદ ભવનમાં દેશની અખંડિતતા અને એકતા નું ઉદાહરણ પૂરું પાડે તે માટે ગુજરાત ની નવસર્જન સંસ્થા દ્વારા બે હજાર કિલોનો સમાનતા નો સિક્કો મુકવામાં આવશે. જેમાં નવસજૅન સંસ્થા માનવ અધિકાર ઉપર કામ કરતી સંસ્થા છે જે ગરીબ બાળકોને મદદ અને મફત શીક્ષણ આપે છે . તમામ જ્ઞાતિ ના યુવાનો માટે ન સાણંદ ની નજીક નાની દેવતી ગામે ફ્રી આઈ ટી આઈ વર્ગ ચલાવે છે.

વિવિધ ઘંધાઓ સ્વરોજગાર લક્ષી ટ્રેનિંગ સેન્ટર ચલાવે છે દેશ માં ચાલતી અસમાનતા અને માનવ અધિકાર હનન સામે લડત ચલાવે છે દેશ નુ ૧૮૦૦ કરોડ નુ સંસદ ભવન બની રહ્યું છે જેના પાયામા સમાનતા સ્થાપાય અને આભડછેટ મુક્ત ભારત અને અખંડિત ભારત બને તે હેતુથી દેશ ના વિવિધ રાજ્યોમાં થી સમાનતા માં માનનાર તમામ લોકો પીત્તળ નુ દાન આપી રયા છે. ભારત નુ નવુ સંસદ ભવન બની રયુ છે.

જેમાં સમાનતા નો પીત્તળ નો સિકકો ૨ હજાર કિલો નો બની રયો છે જેમાં તથાગત ગૌતમબુદ્ધ ડૉ ભીમરાવ આંબેડકર સાવિત્રી બાઇ ફુલે વિર મેધ માયા અને સંત રોહીદાશ બાપા ના ચિત્રો વાળો વિશ્વનો નો મોટો સમાનતા નો સિકકો દેશ ની સંસદ ભવનમાં નવસજૅન સંસ્થા દ્વારા મુકવામાં આવછે. દેશ માં થી આસમાનતા દુર થાય બધાને સમાન અધિકાર મળે તેવા હેતુથી

આ કાયૅક્રમ અનુસંધાને સિહોર ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના પ્રદેશ અગ્રણી માવજી ભાઇ સરવૈયા ડી પી રાઠોડ જસુ ભાઇ મકવાણા મુકેશ ભાઇ નમશા સુરેશ ભાઇ સોલંકી જેરામ ભાઇ વાઢેર સહીતના અગ્રણીઓ એ પીત્તળ ની હેલ નુ દાન આપેલ અને હષૅદ ભાઇ બંભણીયા અને સાથીઓ એ પીત્તળ ના લોટા હાંડી સહીત ની વસ્તુઓ આપી હતી આ કાર્યક્રમમાં નવસજૅન સંસ્થા ના અરવિંદ ભાઇ મકવાણા હાજર રહ્યા હતા ને પીત્તળ નુ દાન સ્વિકારેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here