સિહોર નગરપાલિકા અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે બજારોમાં સ્પીકર પર એનાઉન્સમેન્ટ


હરેશ પવાર
સિહોરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે લોકોમાં જાગૃતિ લાવવા નગરપાલિકા અને પોલીસ દ્વારા સ્પીકર દ્વારા ઠેરઠેર એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું.કોરોનાના કેસો સતત વધી રહ્યા છે ત્યારે શહેરના વડલાચોક, મુખ્ય બજાર, આંબેડકર ચોક તેમજ ટ્રાફિક વધુ હોય

તેવા માર્ગો પર નગરપાલિકા અને પોલીસની ટીમો ગઇકાલથી ગોઠવાઇ ગઇ હતી.પોલીસ અને નગરપાલિકાની ટીમોએ હાથમાં સ્પીકર સાથે લોકોને વારંવાર માસ્ક પહેરવા તેમજ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી હતી.આ અપીલની અસર પણ જોવા મળી હતી અને તેના કારણે વેપારીઓ તેમજ જે રાહદારીઓ માસ્ક બરાબર પહેરતા નહતા તેઓ એલર્ટ થઇ ગયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here