આજે વિધાર્થીની ઓને સાઇકલ વિતરણ થઈ, જે સાયકલો વિતરણ થઈ તેમાં ક્ષતિઓ હતી, મોટાભાગની સાયકલોમાં ટાયરોમાં હવા ન હતી, પેડલો હતા નહિ, નવી સાયકલોમાં ખરાબીઓ હતી, કોન્ટ્રાકટરની ગંભીર બેદરકારી સામે આવી


હરેશ પવાર : બ્રિજેશ ગૌસ્વામી
અપડાઉન કરીને અભ્યાસ કરતા વિધાર્થીઓને સરકાર દ્વારા એક સારો અભિગમ રાખીને સાઈકલો મફત આપવામાં આવે છે સમગ્ર રાજ્યમાં વિધાર્થીઓને ફ્રી સાઈકલો આપવામાં આવે છે આજે બપોરના સમયે સિહોર શહેરની નામાંકિત સંસ્થા જે.જે.મહેતા વિવિધલક્ષી ગર્લ્સ હાઇસ્કૂલમાં ચાલુ વર્ષમાં અભ્યાસ કરતી વિધાર્થિનીઓને સરકાર દ્વારા શાળા ખાતે વિધાર્થિનીઓને સાઇકલ વિતરણ કરીને મફત આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિવાદ ઉભો થયો હતો મોટાભાગની સાયકલોમા ટાયરમાં હવા ન હતી, પેડલો હતા.

નહિ નવી સાયકલોમાં ખરાબીઓ હતી ત્યારે કોન્ટ્રાકટરની ગંભીર બેદરકારી સામે આવી છે સમગ્ર મામલે દલિત આગેવાન માવજી સરવૈયાએ ઉચ્ચ સ્તરે રજૂઆતો કરી હતી સાઇકલ વિતરણ કાર્યક્રમ વિવાદમાં સપડાયો હતો ત્યારે અહીં મફત સાઇકલ વિતરણને લઈ બહેનો રાજી રાજી થયા હતા અપડાઉન કરતા વિધાર્થીઓને હાશકારો થયો છે અહીં કાર્યક્રમમાં ટ્રસ્ટીગણ, આમંત્રિત મહેમાનો તેમજ અન્ય આગેવાનો અને વિધાર્થિનીઓ સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થા દ્વારા જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here