જિલ્લામાં કોરોનાના કેસો વધતાં રાત્રીના ૯ થી ૬ સુધી સ્વૈચ્છિક લોકોએ ઘરમાં રહેવા અનુરોધ, લોકો બિનજરૂરી બહાર ન નીકળે, ચુસ્ત પાલન કરવા સૂચનાઓ
હરેશ પવાર
છેલ્લા 15થી 20 દિવસથી રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત ઉછાળો આવી રહ્યો છે ચારેય બાજુ સ્થિતિ ડામાડોળ થઈ છે દેશના અનેક શહેરોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જે બાદમાં રાજ્ય સરકારે ભાવનગર સહિત અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સાથે 20 સિટીઓમાં નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરી છે. બીજી તરફ કોરોનાને કાબૂમાં લેવા માટે સરકાર તરફથી અધિકારીઓને આદેશ કરી દેવામાં આવ્યા છે.
આ ઉપરાંત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન ન કરતા લોકો સામે કડક હાથે કાર્યવાહી લેવાની સૂચના આપી દેવામાં આવી છે. જેની વચ્ચે જિલ્લામાં કોરોનાના પોઝીટીવ કેસોમા દિન-પ્રતિદિન વઘારો જોવા મળી રહ્યો છે. ત્યારે સિહોરમાં સ્વૈચ્છીક રાત્રીના ૯ થી સવારના ૬ સુધી બિન જરૂરી બહાર નહિ નીકળવા અનુરોધ કરાયો છે જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા આજે સમી સાંજે સિહોરના પ્રાંતઅધિકારી રાજેશ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિમાં પોલીસ પ્રશાસન અને વેપારીઓ અને વિવિધ સંસ્થાઓના આગેવાનોની બેઠક મળી હતી.
કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે તકેદારીના પગલા લેવા અંગે વિચારણા કરવામાં આવી હતી. કોરોનાના અગમચેતી પગલા રૂપે લોકોએ સ્વૈચ્છીક બિનજરૂરી બહાર ન નીકળવા સૂચનાઓ આપવામાં આવી છે નાગરિકોની આરોગ્ય સુવિધા જળવાઇ રહે તે માટે મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.હાલમાં કોરોનાની સ્થિતી વધુ વકરી રહી છે. આવા સમયે લોકોનું આરોગ્ય જોખમાય નહી તે માટે ગામમાં સ્વૈચ્છીક લોકોએ ઘરમાં રહેવા અનુરોધ કરાયો છે.