બ્રહ્મસમાજને મજબૂત કરવા માટે સિહોર શહેર જવાબદારી અપાઈ
બ્રિજેશ ગૌસ્વામી
સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના મહાઅધિવેશનમાં મળેલ ભાવનગર જિલ્લા પ્રમુખ ગૌતમભાઈ દવે તથા મહામંત્રી શશીભાઈ તેરૈયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં સિહોરના શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા બુદ્ધિજીવી અને મહેનતું હાર્દિકભાઈ દવે ને સિહોર શહેર બ્રહ્મસમાજ ના પ્રમુખ તરીકે ની જવાબદારી સોંપવામાં આવી છે. યુવાનો સાથે સતત કાર્યશીલ રહીને સમાજ ના દરેક કામમાં આગળ રહેતા યુવા કર્તવ્યનિષ્ઠ અને બ્રહ્મતેજ ધરાવતા હાર્દિકભાઈ ને સંગઠન ની મોટી જવાબદારી સોંપીને સમાજને આગળ લાવવા માટેની વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. હાર્દિકભાઈને પ્રમુખ પદે નિયુક્ત કરતા શહેરના બ્રહ્મયુવાનો માં હર્ષની લાગણી વ્યાપી ગઈ હતી