સિહોરના બ્રહ્મસમાજના યુવા નિલેશભાઈ શુક્લે જન્મ દિવસની અનોખી ઉજવણી
હરીશ પવાર
સિહોરના બ્રહ્મસમાજના યુવા આગેવાન નિલેશભાઈ શુક્લના જન્મ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી જન્મ દિવસની વહેલી સવારથી ગરીબોને ગુપ્તદાન, ઝૂંપડપટ્ટીના લોકોને ભોજન, દર્દીઓ માટે નિદાનકેમ્પ, શિક્ષણ માટે જરૂરિયાત વિદ્યાર્થીઓને સહાય, તેમજ વોર્ડ નં ૪ માં સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ સહિતના વિવિધ કાર્યક્રમોનું નિલેશભાઈના જન્મ દિવસના દિવસે આયોજન કરાયું હતું અને મિત્ર સર્કલ અને આગેવાનો દ્વારા પણ નિલેશભાઈના જન્મ દીવસની ઉજવણી ટાઉનહોલ ખાતે કરવામાં આવી હતી