તંત્ર દ્વારા કૂતરાના ત્રાસથી મુક્ત કરાવવા કાર્યવાહી શરૂ, પ્રજા ભયભીત

હરેશ પવાર
સિહોરમાં રખડતા કૂતરાના આતંકથી શહેરીજનો દહેશત ફેલાઇ છે. આજે ટાવર ચોકમાં સવારના સમયે હડકાયેલા કૂતરાએ ૬ થી વધુ લોકોને બચકા ભરી લેતા લોકોમાં ફફડાટ  ફેલાયો  છે .ઈજાગ્રસ્ત વ્યક્તિઓએ સિહોરની સરકારી હોસ્પિટલમાં    પ્રાથમીક સારવાર લીધી હતી બનાવને લઈ તંત્ર દ્વારા રખડતા કૂતરાઓ ઉપર અંકુશ કરવાની કાર્યવાહી શરૂ કરી છે જોકે બીજી તરફ શ્વાનનો શિકાર નિર્દોષ લોકો બની રહ્યા છે. સિહોરના ટાવર ચોકમાં આજે સવારના સમયે રખડતા કૂતરાએ આતંક મચાવી મુક્યો હતો.

રસ્તેથી પસાર થતા અથવા તો લોકોની પાછળ દોડી બચકા ભરી ભાગી જતા  હોવાથી નગરજનો ભયભીત બન્યા હતા રખડતા અને હડકાયેલા કૂતરાએ આતંક મચાવતા જેના સવારના સમયે સ્થાનિક લોકોને બહાર નીકળવાનો બીક લાગવા લાગી હતી છે .૬ થી વધુ વ્યક્તિઓને હડકાયેલા કૂતરાએ બચકા ભરી લેતા સૃથાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો હાઇવે રસ્તેથી પસાર થતા વાહન ચાલકોની પાછળ  પડતાં જીવને જોખમમાં મુકી દેતા હોય છે જેને લઈ નગર પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here