સિહોરના બાળક આરવે વિકલાંગ બાળકો સાથે જન્મ દિવસ ઉજવ્યો
દેવરાજ બુધેલીયા
સિહોરના પૂર્વ નગરપતિ અને પીઠ કોંગ્રેસ અગ્રણી સ્વ દીપશંગભાઈ સોલંકી જેમના સપુત્ર બાળક આરવે જન્મ દિવસ અનોખી રીતે ઉજવ્યો છે બાળકોને પરિવારોના સંસ્કાર ગળથુંથી માંથી મળે છે જેનો ઉત્તમ દાખલો સિહોરનું સોલંકી પરિવાર છે કિશન સોલંકીના પિતાશ્રી દીપશંગભાઈ જેઓ વર્ષો સુધી શહેરના સ્થાનિક રાજકારણ સાથે જોડાયેલા રહ્યા આજે પણ સ્વર્ગસ્થ દીપશંગભાઈને લોકો યાદ કરે છે આજે સોલંકી પરિવાર કિશનભાઈ ના પુત્ર આરવે જન્મ દિવસ વિકલાંગ બાળકો સાથે અનોખી રીતે ઉજવ્યો હતો બાળકો માટે પતંગ ચોકલેટ અને નાસ્તાનું આયોજન કરી જન્મ દિવસની ઉજવણી કરી હતી..કહેવત છે મોરના ઈંડા ચીતરવા ન પડે..