શહેરના બરફવાળા પરિવારના બન્ને માસૂમ સગ્ગા ભાઈ બહેને સમગ્ર રમઝાન માસ દરમિયાન એક માસના તમામ રોઝાઓ રાખી પ્રત્યેક દિવસે શહેર જલ્દી કોરોના મુક્ત થાય તેવી ઈશ્વરને કાયમ પ્રાર્થનાઓ કરી

બ્રિજેશ ગૌસ્વામી
તપ-તપશ્રયા-સમર્પણ અને બલિદાનનો માસ એટલે પવિત્ર રમઝાન માસ ઈસ્લામ ધર્મમાં રમઝાન માસનુ વિશેષ મહત્વ છે.આ માસમાં મુસ્લિમ સમાજનાં અબાલ-વૃદ્ધ સૌ રોજા રાખતા હોય છે પરંતુ ધોમ-ધખતો ભારે તાપ ગરમી અને આ મહામારી વચ્ચે સિહોરના બે માસુમ બન્ને ભાઈ બહેને રમઝાન માસના તમામ રોજાઓ રાખી ખુદાની બંદગી કરી છે તે વાત અન્યો માટે પ્રેરણારૂપ છે.

સિહોરના નામાંકિત વેપારી બરફવાળા પરિવારના અમીન બરફવાળાના પુત્ર (૧) ઉસ્માન ગની ઉ-૧૨ પુત્રી (૨) આફિયા ઉ-૦૯ એ સમગ્ર રમજાનમાસ દરમિયાન આખાઈ મહિનાના રોઝાઓ કરી ઉમદા દ્રષ્ટાંત પુરૂ પાડી રમઝાન માસમાં રાખીને પોતાનો ધર્મ નિભાવી રહી છે. રમઝાન માસમાં એક રોઝા નો સમય ૧૫ કલાક જેટલા ભૂખ્યા અને તરસ્યા રહેવાનું હોય છે આવી કોરોનાની મહામારી પણ ભૂખ્યા રહેવું અને તરસ્યા એ પણ એક કુદરતની શકિત જ છે બન્ને ભાઈ બહેન ખુદા પાસે સતત દુઆ કરે છે.

કે કોરોનાની મહામારી માંથી આ દેશને બચાવવો અને જે લોકો બીમાર છે તેવા લોકો જલ્દી સાજા થાય ઉસ્માન ગની અને આફિયા બન્ને ભાઈ બહેન રોઝા રાખવાની સાથે સાથે ભણવામાં પણ અવ્વલ આવે છે કહેવાય છે ને કે મોર ના ઇંડા ચીતરવા ના પડે. કોરોના જેવી મહામારીમાં પિતા અમીનભાઈ પણ સતત સેવાકીય કાર્યમાં છોતરાયા છે અને બન્ને બાળકો અલ્લાહતાલા ને દુઆ કરે છે કે આ બીમારીથી દેશ અને દુનિયાને શીફા આપે અને જે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.

એમને બીમારીમાંથી મુક્ત કરે તેવી દુઆ પ્રાર્થનાઓ સતત કરી છે રમઝાન માસના નાની ઉંમરમાં તમામ રોઝાઓ રાખીને ખુદાની બંદગી ઇબાદત કરી છે ત્યારે હાલ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે જેથી સર્વે સમાજના લોકો તંદુરસ્ત રહે અને કોરોના જેવી મહામારીનો અંત આવે પૂજા પ્રાર્થના ખુદાની ઇબાદત કરી આખો દિવસ ભૂખ પ્યાસ વેઠીને સર્વે સમાજના આરોગ્ય અંતર્ગત ખુદા પાસે ઇબાદત કરી કોમી એકતાના પ્રતીકસમા બન્ને માસૂમ ભાઈ બહેન અન્યો માટે પ્રેરણારૂપ બન્યા છે

રોજદાર બન્ને ભાઈ બહેન કહે છે..

હાલ કપરો સમય છે અસંખ્ય પરિવારના લોકો જિંદગી અને મોત સામે ઝઝૂમી રહ્યા છે ત્યારે આપડે એકબીજાને મદદ કરીએ બનતી સેવા કરીએ આપડી આસપાસના ગરીબ લોકોનું ધ્યાન રાખીએ ઇદની ઉજવણી પણ દરેક ઘરમાં જ કરે નિયમોનું પાલન કુદરત બધું સારું કરશે સૌને ઇદ મુબારક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here