સિહોર એલડી મુનિ સ્કૂલ ખાતે ચાલતા કોવિડ સેન્ટરમાં આર્થિક સહયોગ માટે કોંગ્રેસ આગળ આવી, એક દિવસનો ખર્ચ કોંગ્રેસ ભોગવશે


બ્રિજેશ ગૌસ્વામી
હાલનો સમય ખૂબ કપરો છે એમ કહીશ શકાય કે લોકો મોતના તાંડવ સામે રિતરસ ઝઝૂમી રહ્યા છે ચૂંટણી સમયે ઘરે ઘરે મતની ભીખ માંગતા નેતાઓ ક્યાંય ગોત્યા જડતા નથી ચૂંટણી સમયે પોતાના ભાષણોમાં વાયદાઓની વણઝાર કરનારા નેતાઓ લોકોના કપરા અને મુશ્કેલી સમયે ડોકાતા નથી તે હકીકત રહી છે પરંતુ અહીં એક અલગ ઉદાહરણ જોવા મળી રહ્યું છે સમગ્ર રાજ્ય અને દેશની સાથે સિહોરમાં પણ કોરોના કેસો વધી રહ્યા છે.

હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યાઓ વધી રહી છે શહેરમાં કેટલીક જગ્યાઓ પર કોવિડ સેન્ટરો ખુલ્યા છે કઈક માનવતા દાખવાય છે. તો કંઈક આ મહામારીમાં પણ કમાઈ લેવાની હોડ જામી છે ત્યારે સિહોરના એલડી મુનિ સ્કૂલ ખાતે ઉત્તમભાઈ ભુતા પરિવાર દ્વારા શહેરના લોકો માટે શરૂ કરાયેલ નિઃશુલ્ક સારવાર સેવાનો રથ વણથંભી રીતે આગળ ધપી રહ્યો છે.

અહીં દર્દીઓની સારવારની સાથે દવા ઓકસીજન જમવાનુ સહિતની ચીજવસ્તુઓનો એક પણ રૂપીયો લેવાતો નથી એક તરફ હોસ્પિટલ અને આરોગ્ય શેત્રોમાં પૈસા માટે ચારે તરફ લખલુંટ ચાલે છે ત્યારે અહીં તમામ દર્દીઓની સારવાર મફતમાં કરવામાં આવે છે સાથે સાથે ઉત્તમભાઈ ભુતા પરિવારના આશિષભાઇ ભુતા હનુમાનધારા ટ્રસ્ટ અને રેડક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત આ સેન્ટરમાં કોંગ્રેસ દ્વારા ઉમદા મદદ માટે આગળ આવી છે.

સિહોર શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા આ કોવિડ સેન્ટર ની મુલાકાત લીધી હતી અહીં સેન્ટરનું સંચાલન કરનાર અશ્વિનભાઈ સાથે જરૂરી ચર્ચાઓ કરી સંક્રમીત દદીઁઓના હાલચાલ જાણી સુવિધા અને સેવાની માહિતી મેળવી હતી અહીં ચાલતા કોવિડ સેન્ટરનો એક દિવસનો તમામ ખર્ચ સિહોર કોંગ્રેસ ભોગવશે પ્રજાના હિતના કામો વધુ એક વખત કોંગ્રેસનું યોગદાન રહ્યું છે તે વાત નોંધનીય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here