પીવા તો ઠીક ઘર વપરાશ માટે પણ પાણી નથી મળતું વીજળી ન હોવાના કારણે લોકો બેહાલ, ખાસ કરીને પાણી વગરની મહિલાઓની હાલત કફોડી

દેવરાજ બુઢેલીયા
તૌકેત વાવાઝોડાએ વિનાશ વેર્યા પછી રાજ્યના મોટાભાગના વિસ્તારો હજી તેની અસરમાંથી બહાર આવી શક્યા નથી સિહોર શહેરમાં આજે વાવાઝોડાની અસરને પાંચ દિવસ જેટલો સમય વિત્યા પછી પણ હજી સુધી પાણી સહિતની સુવિધાઓ પુર્વવત થઇ નથી જેના કારણે શહેરના લોકોની હાલત કફોડી થઇ છે અને પાણી માટે વલખા મારી રહ્યાં છે લોકો અને ખાસ કરીને સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા સ્થિતિ પહેલાની જેમ સામાન્ય થાય તેવી સુવિધા ઉભી કરવામાં આવે તેવા માગ કરી રહ્યાં છે..

બોક્સ..

આજ સાંજથી પાણી પુરવઠો રાબેતા મુજબ શરૂ થઈ જશે : વિક્રમભાઈ નકુમ

સિહોર શહેરમાં પાણી પૂરું પાડતા તમામ જળાશયો ખાતે આવેલ ટીસીઓ ધ્વસ્ત થયા હતા આજથી ફરી પૂર્વરત થઈ ગયા છે સાંજના પાંચ વાગ્યાથી શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણીનો પુરવઠો સપ્લાય થઈ જશે છેલ્લા ચાર દિવસથી સતત વિજટીમો કામે લાગી હતી આજે વળાવડ ખાતેથી પણ પાણી સપ્લાય શરૂ થઈ ચૂક્યું છે સાંજથી શહેરના મોટાભાગ વિસ્તારમાં પાણી સપ્લાય શરૂ થઈ જશે

– સિહોર નગરપાલિકા પ્રમુખ – વિક્રમભાઈ નકુમ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here