1 જુનથી પૂર્વરત

તારીખ 1 જૂન થી સિહોરની બજારો રાબેતા મુજબ ખુલશે, ધંધા રોજગાર પુન ફરી ધમધમતા થશે, કોરોનાના કપરા કાળમાં સહકાર આપનાર દરેક વેપારી મિત્રોનો આભાર : વિક્રમભાઈ નકુમ

હરેશ પવાર
કોરોનાનું સક્રમણ ઘટતા સિહોરના વેપારીઓને હૈયે હાશકારો આપતી સત્તાવાર જાહેરાત નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમે કરી છે સિહોરમાં સ્વૈચ્છિક લોકડાઉન પૂર્ણતાના આરે હોવાનું કહી વેપારીઓની આભારની લાગણી વ્યક્ત કરી સંદેશો આપ્યો છે કે તારીખ 31 મેં થી સ્વૈચ્છિક લોકડાઉન પૂર્ણ થઈ રહ્યું હોવાનું કહ્યું કજે સત્તાવાર જાહેરાત કરી છે કોરોનાની બીજી લહેરે સમગ્ર રાજ્યના હાહાકાર મચાવી દીધો હતો કોરોનાનું સક્રમણ અને કેસોની સંખ્યા ડરામણી ઉભી થઇ હતી.

સરકારે મોટા શહેરોમાં મીની લોકડાઉન અને કરફ્યુ જાહેર કર્યા બાદ સમગ્ર રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સક્રમણ ઘટાડવા ગામે-ગામ સ્વૈચ્છિક લોકડાઉન માટેની માંગ ઉભી થઇ હતી. રાજ્યના મોટાભાગના તાલુકા વિસ્તારમાં બપોર પછી સ્વૈચ્છિક બંધની જાહેરાતમાં સિહોર પણ જોડાયું હતું લોકડાઉનની માંગને લઈ જેતે સમયે સિહોર ખાતે નગરપાલિકા પ્રમુખ અધિકારીઓ સાથે વેપારી વર્ગની બેઠક મળી હતી અને જેમાં સ્વૈચ્છિક બપોર બાદ વેપાર ધંધા બંધ રાખવા સૂચનો કરવામાં આવ્યા હતા.

અધિકારી પદા અધિકારી વેપારીઓ દ્વારા લેવાયેલા નિર્ણયને શહેરના વેપારીઓએ આજ સુધી યોગ્ય પાલન કર્યું છે જેમાં કોઈ શંકા નથી કોરોનાનું હવે સક્રમણ ઘટી રહ્યું છે રવિવારના દિવસે શંખનાદ દ્વારા પણ સ્વૈચ્છિક બંધ ક્યાં સુધી તેવા અહેવાલ રૂપી વેપારીઓની લાગણી તંત્ર અને અધિકારી સુધી પોહચાડી હતી ત્યારે આજે સિહોર પાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમ દ્વારા આજે સત્તાવાર જાહેરાત કરી

સ્વૈચ્છિક લોકડાઉન પૂર્ણતાના આરે હોવાનું જણાવી તમામ વેપારી વર્ગ ધંધાર્થીએ સહકાર આપ્યાની આભારની લાગણી વ્યક્ત કરી આવતી તારીખ 1 જુનથી સંપૂર્ણ ધંધા રોજગાર ખુલ્લી જશે બજારોમાં રાબેતા મુજબ વેપાર ધંધા શરૂ થશે અને 31 મેં ના રોજ સ્વૈચ્છિક લોકડાઉન પૂર્ણ કરવાની જાહેરાત નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમે કરી છે ત્યારે વેપારીઓમાં રાહતની લાગણી થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here