આ નિષ્ઠુર સરકાર છે સમગ્ર દેશના ખેડૂતો માટે આજે કાળો દિવસ, સરકાર સામે લડતા લડતા ખેડૂત આંદલને પુરા કર્યા 6 મહિના, સરકારના પેટનું પાણી નથી હલતુ : ઘનશ્યામભાઈ મોરી

સલીમ બરફવાળા
ખેડૂત હવે જગતનોતાત હોવાનું કાગળ અને શબ્દ પૂરતું સીમિત રહ્યો છે દેશમાં ખેડૂતોની હાલત દયાજનક છે ચારે બાજુ મોંઘવારી ફાટી નીકળી છે લોકોને જીવવા માટે બે છેડા ભેગા કરવા હવે કપરા બન્યા છે આપડે જેને જગતનોતાત કહી છે છેલ્લા છ મહિનાથી રોડ પર ઉભેલો છે પરંતુ સરકારનું પેટનું પાણી હલતું નથી કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓના વિરોધમાં ચાલુ થયેલા ખેડૂતોના આંદોલનને આજે 26મી મેએ છ મહિના પુરા થયા છે.

જેને ધ્યાનમાં રાખીને ખેડૂતો દ્વારા આજે સમગ્ર દેશમાં બ્લેક ડે મનાવાઈ રહ્યો છે ત્યારે સિહોર તાલુકાના ગામે ગામ ખેડૂતો દ્વારા કાળા વાવટાઓ ફરકાવી વિરોધ પ્રદર્શન કર્યું છે ખેડૂતો દ્વારા આજે સમગ્ર દેશમાં બ્લેક ડે કાર્યક્રમને કિસાન ક્રાંતિ ટ્રષ્ટ દ્વારા સિહોર તાલુકાના અનેક ગામોમાં રેલી અને કાળા વાવટાઓ ફરકાવી સામે સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

તાલુકાના અનેક ગામોમાં ખેડૂતો દ્વારા પોતાની વાડી ખેતર કે ઘરોમાં કાળા વાવટા ફરકાવી કાળો દિવસ મનાવ્યો છે કિસાન ક્રાંતિ ટ્રષ્ટના પ્રમુખ ઘનશ્યામભાઈ મોરીએ કહ્યું હતું કે આ નિષ્ઠુર સરકાર છે સમગ્ર દેશના ખેડૂતો માટે આજે કાળો દિવસ, સરકાર સામે લડતા લડતા ખેડૂત આંદલને પુરા કર્યા 6 મહિના, સરકારના પેટનું પાણી નથી હલતુ નથી ખેડૂતો માટે નિષ્ઠુર છે સરકાર ખેડુતો 6 મહિનાથી દિલ્લીના સિંધુ બોર્ડર ઉપર ત્રણ કાળાં કાયદાના વિરોધમાં આદોલન કરી રહ્યા છે.

જેમાં 600 થી વધુ ખેડુતોએ પાતાની જાન નોચાવર કરી છે ત્યારે સરકાર તરફથી કોઈ હિલચાલ દેખાતી નથી ત્યારે એમનાં વિરોધમાં સમગ્ર રાજ્યમાં કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા ગામડે ગામડે કાળા વાવટા ઘરની છત પર લગાવી તેમજ ગામમાં રેલી સ્વરૂપે કાળાં વાવટા ફરકાવી વિરોધ કર્યો છે સિહોરના ખાંભા, ટાણા, બોરડી, રબારીકા, સર, સખવોદર, વાવડી, નવાગામ, સુરકા, પીપળીયા, ઘાઘળી, સણોસરા સહિત અનેક ગામડાઓમાં પણ ખેડૂતોએ કાળા વાવટાઓ સાથે બ્લેક ડે ઉજવ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here