વિદ્યામંજરી પટાંગણમાં બાળકોએ ઇરિક્ષાને નિહાળીને રીતસર મજા માણી આનંદ કર્યો, ઉપસ્થિત બાળકોએ બેસીને ડેમો પણ લીધો

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરની નામાંકિત સંસ્થા વિદ્યામંજરી ખાતે આજે ઇ-રીક્ષાનો ડેમો યોજાયો જેમાં બાળકોએ સવિશેષ આનંદ લીધો હતો શહેરની નામાંકિત સંસ્થા વિદ્યામંજરી એ તાલુકાની સૌથી મોટી શેક્ષણિક સંસ્થા છે જેમનું સંચાલન પીકે મોરડીયા દ્વારા કરાઈ છે અને સંસ્થાનું સંચાલન એટલી જબરદસ્ત રીતે કરાઈ છે કે કલ્પના કરવી પણ મુશ્કેલ બને જે વાત આજે નજરે નિહાળવા મળી જેની ચર્ચા ક્યારેક ફરી કરશું પરંતુ એકવાત અહીં ચોક્કસ સંસ્થાનું સંચાલન વહીવટની બાબત બાળકોની જાણવણી અને શેક્ષણિક બાબતમાં સંસ્થાની સંચાલકોની ગંભીરતા કાબેલિ-તારીફ છે.

 

શહેરમાં છેલ્લા બે દિવસ ઇરીક્ષા ડેમોએ ધૂમ મચાવી છે બે દિવસ દરમિયાન અસંખ્ય લોકોએ સ્થળ પર ડેમો લીધો છે આજે બીજા દિવસે શહેરની નામાંકિત શિક્ષણિક સંસ્થા વિદ્યામંજરી ખાતે ઇરીક્ષા ડેમોનું આયોજન કરાયું હતું જેમાં બાળકોએ ખૂબ મોજ કરી હતી ઉપસ્થિત બાળકોએ ડેમો પણ લીધો હતો જેમાં બાળકોને મોજ પડી અને રાજીના રેડ થયા હતા જ્યારે સંસ્થાના અનિકેતભાઈ રાજ્યગુરુએ ઇરીક્ષા વિશેની બાળકોને માહિતી આપી હતી અને આ કાર્યક્રમમાં પીકે મોરડીયા સહિત સંસ્થાનો સ્ટાફ પણ જોડાયો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here