ઘણા દિવસો પછી સુસ્ત પડેલા વેપાર ધંધા ફરી શરૂ, રાબેતા મુજબ બજારો ખુલ્લી, હજુ ખરીદીનો સંચાર નથી, બજારોમાં લોકોની અવર-જવર વધી

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેરમાં આજથી સ્વૈચ્છિક લોકડાઉન પૂર્ણ થતાં વેપારીઓમાં ખુશી છવાઈ છે શહેરના વેપારીઓએ ઉત્સાહથી પોતપોતાની દુકાનો ઝાપટ-ઝુપટ કરીને નવી આશા સાથે કામાધંધાના શ્રીગણેશ કર્યા હતા સ્વૈચ્છિક લોકડાઉન પૂર્ણ થતા વેપારીઓમાં રાહતની સાથે ઉત્સાહની લાગણી ફેલાઈ છે આજ સવારથી સિહોરની મેઈન બજાર, વડલાચોક, સિનેમા આંબેડકર ચોક, જૂની શાકમાર્કેટ સહિતના જાણીતા વિસ્તારોમાં વેપાર ધંધા શરૃ થતા જ લોકોની અવરજવર જોવા મળી હતી. લાંબા દિવસ બાદ બજાર ખુલતા લોકોનો પણ પ્રથમ દિવસે જ ધસારો જોવા મળ્યો હતો.

આજે સવારથી વિવિધ દુકાનદારોએ જેમ દિવાળી પછી લાભ પાંચમે કામ ધંધા શરૂ કરતા હોય તેમ આજથી વેપાર ધંધા શરૃ કર્યા હતા. વેપારીઓએ છુટછાટને આવકાર આપ્યો છે અને બજારોમાં ફરી ઘમઘમતી થઈ છે. વેપારીઓએ પોતાની દુકાનોના શટરો ઘણા લાંબા સમય બાદ ખુલતા વેપારીઓ ખુશ થયા હતા. પોતાની દુકાનો છેલ્લા ઘણા લાંબા સમય બાદ ખોલવામાં આવતા વેપારીઓ પોતાનો દુકાનોની સફાઈ કરતા જોવા મળી રહ્યાં છે અને વેપાર ધંધા શરૂ થતાં લોકોના હૈયે હાશકારો થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here